Mehsana/ મહેસાણાના ટેચાવા ગામ પાસે પશુ ચરાવવા ગયેલો પશુપાલક મગરનો ભોગ બન્યો

હાલ વરસાદને કારણે વડોદરાના રસ્તાઓ પર અવાર નવાર મગર જોવા મળતા હોય છે ત્યારે આવા ભારે વરસાદને કારણે હાલ સમગ્ર મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે.

Top Stories Gujarat Breaking News

Mehsana News:હાલ વરસાદને કારણે વડોદરાના રસ્તાઓ પર અવાર નવાર મગર જોવા મળતા હોય છે ત્યારે આવા ભારે વરસાદને કારણે હાલ સમગ્ર મહેસાણામાં વરસાદ વરસી રહ્યો છે.આપને જણાવી દઈએ વિજાપુરના ટેચાવા ગામ નજીકનો બનાવ પશુ ચરાવવા ગયેલો પશુપાલક મગરનો ભોગ બન્યો છે.આ બનાવ પશુપાલક  સાબરમતી નદીના કાંઠે પશુ ચરાવવા ગયો હતો ત્યારે બન્યો હતો. જ્યાં નદીમાંથી આવેલા મગરે ભેંસ પર હુમલો કર્યો હતો. જાણકારી અનુસાર ભેંસને બચાવવા ગયેલો પશુપાલકને મગરે પોતાનો શિકાર બનાવ્યો છે.આ પશુપાલકનું નામ બળદેવ ઠાકોર છે.મગર ભેસને સાબરમતી નદીમાં ખેંચી ગયો હતો જ્યાં તેને બચાવવા જતા મગર પશુપાલકના હાથ અને પગ ખાઈ ગયો હતો.જેના કારણે મગરનો શિકાર બનેલા પશુપાલકનું મોત નીપજ્યું હતું.

આવીજ એક ઘટના વડોદરામાં બની હતી જ્યાં વિશ્વામિત્રી નદી કિનારે આવેલા કંચનપુરા ગામમાં રહેતી યુવતી લઘુશંકા માટે  ગઇ હતી.આ દરમિયાન રસ્તો પસાર કરતા સમયે મગરે તેનો પગ પકડી લીધો હતો.અને તેને પોતાની તરફ ખેચવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી  યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી, આ સાથે તેની સાથે ગયેલી જ્યાં મગર આવી જતા બૂમાબૂમ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને  યુવતીનો પગ મગરના જડબામાંથી કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. આપને જણાવી દઈએ આ સમગ્ર ઘટના દરમિયાન  યુવતીનો  ભાઈ તેમજ બીજા  3 લોકો દેવદૂત બનીને ત્યાં  આવ્યા હતા યુવતીનો જીવ બચાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિંહોના અકાળે થતા મૃત્યુને રોકવા પહેલ શરૂ કરાઈ, સિંહો પર કેવી રીતે વૉચ રખાશે…

આ પણ વાંચો:Gujarat Rain Live: રાજ્યમાં 7 રસ્તાઓ, 4 સ્ટેટ હાઈવે બંધ

આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ અને પુલ પર આવનજાવનનો પ્રતિબંધ