Gujarat News: ‘સિંહ જંગલનો રાજા હોવાથી પોતાની મરજીથી ગમે ત્યાં ફરી શકે છે. સિંહોની અવરજવરને નિયંત્રિત કરી શકાય નહીં’. સતત ટ્રેનના અકસ્માતથી એશિયાટિક સિંહોના મોતથી નારાજ ગુજરાત હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. ગુજરાત સરકાર અને રેલ્વે વિભાગે સિંહોના અકાળે થતા મૃત્યુને અટકાવવા પહેલ શરૂ કરી છે. એસઓપીનો અમલ શરૂ થઇ ચુક્યો છે.

કેવી રીતે સિંહો પર નજર રખાશે
-
પ્રોસિઝર મુજબ સિંહોના વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર થર્મલ કેમેરા ઇન્સ્ટૉલ કરાશે. સાથે જ વૉચ ટાવર પણ લાગશે. જે સિંહની અવરજવર પર નજર રાખશે તેમજ ત્યાંથી પસાર થતી ટ્રેન/માલગાડીઓને માહિતી આપશે.
-
વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ ઓછી કરાશે.
-
ગુજરાત સરકાર રેલવે વિભાગ સાથે ટ્રેનનું મોનિટરિંગ કરવા, અંડરપાસ વધારવા, રેલવે ટ્રેક પર સુરક્ષા માટે જાળી લગાવવા ઉપરાંત રેલવે સેવકોની પણ નિયુક્તિ કરશે. જે હૉટ સ્પૉટ પર સ્થિત વૉચ ટાવર પરથી સિંહ પર નજર રાખી શકશે.
-
ટ્રેક પરથી પસાર થતી ટ્રેનોની ઝડપ ઘટાડાઇ છે. સાંજે 6 વાગ્યાથી લઇને રાત્રે 10 વાગ્યા સુધી અને સવારે 3 થી સાંજે 6 સુધી ટ્રેનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક કરાઇ છે. તે ઉપરાંત રેલવે સેવક દ્વારા ચેતવણી માટેના ઓર્ડર જારી થવા પર ટ્રેનની ગતિને 30 કિમી પ્રતિ કલાક નક્કી કરાશે. ચેતવણી માટેનો આદેશ ત્યારે અપાશે, જ્યારે ટ્રેકની આસપાસ સિંહોની અવરજવરની માહિતી મળશે.
-
રેલવે એન્જિન પર થર્મલ કેમેરા તેમજ સેન્સર ઇન્સ્ટૉલ કરાશે સિંહોના વિસ્તારમાં હૉટ સ્પોટ પર વોચ ટાવર લગાવાશે. આ વોચ ટાવર મારફતે ટ્રેકની આસપાસ સિંહોની ગતિવિધિ ટ્રેક કરી શકાશે.
-
વોચ ટાવર પર ફરજ બજાવી રહેલા કર્મચારીઓ રેલવે વિભાગને કૉશન ઓર્ડર જારી કરશે. ત્યાંથી તેની જાણ લોકો પાઈલટને અપાશે અને પાઈલટ ટ્રેનની ઝડપને ધીમી કરશે.
-
અંદાજે 100થી વધુ અંડરપાસ બનાવવાનું કામ કરાશે.
-
સરકાર લોકો પાઈલટને તાલીમ આપશે.
આ પણ વાંચો:Gujarat Rain Live: રાજ્યમાં 7 રસ્તાઓ, 4 સ્ટેટ હાઈવે બંધ
આ પણ વાંચો:દક્ષિણ ગુજરાતમાં નદીઓમાં ઘોડાપૂર, રસ્તાઓ અને પુલ પર આવનજાવનનો પ્રતિબંધ
આ પણ વાંચો:છોટા ઉદેપુરમાં મેઘરાજા મહેરબાન, સિઝનનો 18 ઈંચ વરસાદ નોંધાયો
