Gandhinagar News/ આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે

ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસાવેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી, પી.પી.પી. મોડેલના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મંત્રી બી. સી. જનાર્ધન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની બે દિવસે મુલાકાતે આવેલું છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 24T184218.901 આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે

Gandhinagar News: ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસાવેલા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા માર્ગના નિર્માણ કામોની પ્રગતિમાં અપનાવેલી નવીન ટેકનોલોજી, પી.પી.પી. મોડેલના અભ્યાસ માટે આંધ્રપ્રદેશના માર્ગ મકાન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ મંત્રી બી. સી. જનાર્ધન રેડ્ડીના વડપણ હેઠળ ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની બે દિવસે મુલાકાતે આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ દરમિયાન ગાંધીનગરમાં આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીએ શુભેચ્છા મુલાકાત કરી હતી.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 24T184516.866 આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે

તેમણે ગુજરાતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને ટેકનોલોજી વિશે જાણવામાં પણ આ બેઠક દરમિયાન રસ દાખવ્યો હતો અને વિશદ ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને ગાંધીનગરનો સ્ટેટ કેપિટલ તરીકે વિકાસ, સ્વર્ણિમ સંકુલનું નિર્માણ, સેન્ટ્રલ વિસ્ટા, મહાત્મા મંદિર, ગાંધીનગર રેલ્વે સ્ટેશન વગેરેના અદ્યતન નિર્માણ કામોની વિગતોથી તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 09 24T184634.908 આંધ્રપ્રદેશના માર્ગ-મકાન મંત્રીના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય ડેલીગેશન ગુજરાતની મૂલાકાતે

આંધ્રપ્રદેશના આ પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લઈને ત્યાં નિર્માણાધિન કાર્યો નિહાળ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં આંધ્રપ્રદેશના વાહન વ્યવહાર તથા માર્ગ મકાન વિભાગના અગ્ર સચિવ શ્રી કાંતિલાલ દાંડે તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માર્ગ મકાન સચિવ શ્રી એકે પટેલ તથા ખાસ સચિવ શ્રી પટેલિયા પણ આ બેઠકમાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ

 આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ 2 દિવસથી ચાલતી તબીબોની હડતાળનો આવ્યો અંત

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જીલ્લાઓની મુલાકાત લેશે