Not Set/ પત્નીને ભરણપોષણ નહીં આપતા પતિએ 5 માસની જેલની હવા ખાવી પડશે

સુરત, સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતા કર્મચારીએ પત્નીને ભરણપોષણ નહી ચૂકવતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. સંજય ગોહિલ નામના આ યુવકે પત્ની પર ત્રાસ ગુજારી તેને બે બાળકો સાથે કાઢી મુકી હતી. આ પરિણીતાએ કોર્ટમાં અરજી કરતા કોર્ટે તેને ભરણ પોષણ ચુકવવા માટે પતિને આદેશ આપ્યો હતો પરંતુ પતિએ ભરણ પોષણ ન ચુકવતા આખરે […]

Top Stories Gujarat Surat
jail representational પત્નીને ભરણપોષણ નહીં આપતા પતિએ 5 માસની જેલની હવા ખાવી પડશે

સુરત,

સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતા કર્મચારીએ પત્નીને ભરણપોષણ નહી ચૂકવતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. સંજય ગોહિલ નામના આ યુવકે પત્ની પર ત્રાસ ગુજારી તેને બે બાળકો સાથે કાઢી મુકી હતી. આ પરિણીતાએ કોર્ટમાં અરજી કરતા કોર્ટે તેને ભરણ પોષણ ચુકવવા માટે પતિને આદેશ આપ્યો હતો પરંતુ પતિએ ભરણ પોષણ ન ચુકવતા આખરે કોર્ટે તેને પાંચ માસની સાદી કેદની સજા ફટકારી હતી.

સુરતના વરિયાવી બજાર ખાતે રહેતી યુવતીના લગ્ન સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતા સંજય ગોહિલ નામના યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ સંજય અને આ યુવતીને ત્યાં એક પુત્ર તેમજ એક પુત્રીનો જન્મ થયો હતો. સુખી પરિવારમાં જ્યારે સંજયે લગ્નેતર સબંધો બાંધ્યા ત્યારથી કકળાટની શરૂઆત થઇ હતી. સંજયને દારૂ પીવાની પણ આદત પડી હતી અને તે પોતાની પત્નીને ત્રાસ આપતો હતો. થોડા વર્ષ પહેલા તેણે પોતાની પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેથી પત્નીએ પોતાના એડવોકેટ પ્રીતિબેન જોશી મારફત ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવા માટે દાવો કર્યો હતો.

કોર્ટ દ્વારા સંજય ગોહિલને એવો હુકમ કરવામાં આવ્યો હતો કે, તેણે પોતાના પુત્ર, પુત્રી અને પત્નીને ભરણ પોષણ પેટે દર મહિને રૂપિયા નવ હજાર ચુકવી આપવાના પરંતુ કોર્ટના હુકમ પછી સતત 17 મહિના સુધી સંજય દ્વારા ભરણ પોષણની રકમ ચુકવવામાં આવી ન હતી જેથી પરિણીતાએ ફરી વખત કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટ દ્વારા રેકોર્ડ પરના પુરાવાઓ અને એડવોકેટ પ્રીતિબેન જોશીની દલીલોને ગ્રાહ્ય રાખી અને સંજય ગોહિલને પાંચ મહિનાની કેદની સજા ફટકારી હતી.