હુમલો/ ફ્રાન્સના રાષ્ટ્રપતિ પર એક શખ્સે ઇંડા ફેંક્યા,ઘટના વીડિયોમાં કેદ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રો ફરીવાર લોકોના ગુસ્સાના શિકાર બન્યા છે.એક માણસે તેના પર ઇંડા ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો

World
france ફ્રાન્સના રાષ્ટ્રપતિ પર એક શખ્સે ઇંડા ફેંક્યા,ઘટના વીડિયોમાં કેદ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રો ફરીવાર લોકોના ગુસ્સાના શિકાર બન્યા છે.એક શખ્સે તેમના પર ઇંડા ફેંકીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ ઘટના સોમવારે બની જ્યારે મેક્રો ફ્રેન્ચ ગેસ્ટ્રોનોમીને પ્રોત્સાહન આપવા માટે લિયોનની મુલાકાતે જઇ રહ્યા હતા. ઘટના બાદ આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો હતો.

વીડિયોમાં ફુટેજ પરથી સ્પષ્ટ થાય છે કે તે રાષ્ટ્રપતિથી ભારે નારાજ હશે તેણે મેક્રો પર ઇંડા ફેંક્યા હતા તે મેક્રોનને ખભા પર વાગ્યા હતા,આ ઘટના ત્યારે ઘટી હતી કે જ્યારે રાષ્ટ્રપતિ લોકોની વચ્ચે જઇ રહ્યા હતા. આ ઘટના બાદ આરોપીને સત્વરે પકડી લેવામં આવ્યો હતો. ક્રાંતિના નારા પણ આરોપીએ લગાવ્યા હતા.

 

ફ્રેન્ચ મીડિયા અનુસાર, ઘટના બાદ તરત જ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ મામલે રાષ્ટ્રપતિ મેક્રોની ઓફિસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં દક્ષિણ ફ્રાન્સના પ્રવાસ દરમિયાન એક વ્યક્તિએ મેક્રોને થપ્પડ મારી હતી. આ કેસમાં વ્યક્તિને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી