OMG!/ ચીનનાં ગ્લાસ બ્રિજ પર ચાલી રહ્યો હતો શખ્સ, અચાનક આવેલા વાવાઝોડાએ તોડ્યો પૂલ અને પછી…

ચીનમાં એક શખ્સને અંદાજો પણ નહોતો કે એક તોફાનનાં કારણે તેનું જીવન જોખમમાં મુકાઇ જશે. જી હા, આ પર્યટક ચીનનાં લોકપ્રિય બ્રિજ પર પહોંચ્યો હતો. આ બ્રિજ વિશેની ખાસ વાત એ હતી કે ચાલવા માટે, તેનો નીચેનો ભાગ કાચનો બનેલો હતો અને જ્યારે તોફાન આવ્યું ત્યારે આ શખ્સ ખૂબ ગભરાઇ ગયો હતો.

Ajab Gajab News
Untitled 14 ચીનનાં ગ્લાસ બ્રિજ પર ચાલી રહ્યો હતો શખ્સ, અચાનક આવેલા વાવાઝોડાએ તોડ્યો પૂલ અને પછી...

ચીનમાં એક શખ્સને અંદાજો પણ નહોતો કે એક તોફાનનાં કારણે તેનું જીવન જોખમમાં મુકાઇ જશે. જી હા, આ પર્યટક ચીનનાં લોકપ્રિય બ્રિજ પર પહોંચ્યો હતો. આ બ્રિજ વિશેની ખાસ વાત એ હતી કે ચાલવા માટે, તેનો નીચેનો ભાગ કાચનો બનેલો હતો અને જ્યારે તોફાન આવ્યું ત્યારે આ શખ્સ ખૂબ ગભરાઇ ગયો હતો.

Untitled 15 ચીનનાં ગ્લાસ બ્રિજ પર ચાલી રહ્યો હતો શખ્સ, અચાનક આવેલા વાવાઝોડાએ તોડ્યો પૂલ અને પછી...

માનવતા શર્મસાર / દિકરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો પિતા તેને રેલ્વે સ્ટેશન એકલો છોડી ફરાર થયો

આ બ્રિજ ચીનનાં પિયાન પર્વત પાસે સ્થિત છે. આ બ્રિજ જિલીન શહેરમાં સ્થિત છે. આ 300 મીટર લાંબો અને 2.5 મીટર પહોળો બ્રિજ વર્ષ 2018 માં બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પર ફરવા માટે લોકોને 16 ડોલર ચૂકવવા પડે છે. ચીનની રાજ્ય સમાચાર એજન્સી જિન્હુઆએ એક તસવીર શેર કરી છે, જેમાં એક પ્રવાસી આ બ્રિજની રેલિંગ પકડીને ઉભો દેખાઇ રહ્યો છે. જણાવી દઇએ કે, 90 માઇલ પ્રતિ કલાકનાં વિક્રમી પવનનાં કારણે આ બ્રિજનો કાચ તૂટી ગયો હતો અને આ વ્યક્તિ અચાનક બ્રિજ પર અટવાઈ ગયો હતો. જો કે, આ વ્યક્તિ, ખૂબ સમજણ સાથે, ઘણી મુશ્કેલીઓ પછી આ બ્રિજમાંથી બહાર નીકળવામાં સભળ રહ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સ્થિર છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનમાં આવા ગ્લાસ બ્રિજનું કલ્ચર નોંધપાત્ર રીતે વધી રહ્યુ છે. આ ગ્લાસ બ્રિજનો હેતુ એડવેન્ચેર કરનાર પ્રવાસીઓ માટે રોમાંચ પૂરો પાડવાનો છે.

Untitled 16 ચીનનાં ગ્લાસ બ્રિજ પર ચાલી રહ્યો હતો શખ્સ, અચાનક આવેલા વાવાઝોડાએ તોડ્યો પૂલ અને પછી...

OMG! / ટાઇમ ટ્રાવેલરનો દાવો, કહ્યુ- આટલા દિવસ માટે પૃથ્વી પર માત્ર અંધકાર જ હશે

આ સિવાય ચીનમાં કેટલાક ગ્લાસ બ્રિજ પર કેટલાક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ પણ જોવા મળે છે. જણાવી દઇએ કે, જ્યારે આપણે આ ગ્લાસ બ્રિજ પર ચાલતા હોઈએ છીએ, ત્યારે આ વિઝ્યુઅલ ઇફેક્ટ્સમાં તિરાડ પડે છે, જેના કારણે એવુ લાગે છે કે કાચ તૂટી શકે છે. ઘણાં પર્યટકો ખાસ કરીને આ દ્રશ્ય માણવા પહોંચે છે. જો કે, થોડા સમય માટે, કેટલીક સ્થાનિક સરકારોએ ગ્લાસ બ્રિજની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઇએ કે, લિયોનીંગ પ્રાંતનાં કાચનાં બ્રિજ પર સ્લાઇડ હોવા છતા એક પર્યટકનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ત્યારબાદ, ઘણી સરકારોએ ગ્લાસ બ્રિજની સલામતી પર કામ કરવાનું શરૂ કર્યું.

majboor str 8 ચીનનાં ગ્લાસ બ્રિજ પર ચાલી રહ્યો હતો શખ્સ, અચાનક આવેલા વાવાઝોડાએ તોડ્યો પૂલ અને પછી...