Viral Video/ મોલના મહિલા શૌચાલયમાં બુરખો પહેરેલો એક વ્યક્તિ પહોંચ્યો, બનાવી રહ્યો હતો વીડિયો ; થયો આ હાલ 

આરોપીના ફોનની સાથે પોલીસે ગુનો કરવા માટે વપરાયેલ બુરખો પણ જપ્ત કર્યો છે. આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

India Videos
4 74 મોલના મહિલા શૌચાલયમાં બુરખો પહેરેલો એક વ્યક્તિ પહોંચ્યો, બનાવી રહ્યો હતો વીડિયો ; થયો આ હાલ 

કોચી પોલીસે 23 વર્ષીય યુવકની કથિત રીતે બુરખો પહેરેલી મહિલાનો વેશ ધારણ કરવા અને મહિલા શૌચાલયમાંથી વીડિયો રેકોર્ડ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ ઘટના મંગળવારે સાંજે એક પ્રખ્યાત મોલમાં બની હતી. આરોપીની ઓળખ કોચીમાં કામ કરતા રોબોટિક્સ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અભિમન્યુ તરીકે થઈ છે.

આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની સામે IPCની કલમ 354 (c) (છુપાટ), 419 (ઢોંગ) અને IT એક્ટની કલમ 66E હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

‘ કેમેરો દરવાજા પાસે રાખ્યો હતો ‘
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અભિમન્યુ કથિત રીતે મોલમાં મહિલાઓના વૉશરૂમમાં પ્રવેશ્યો હતો, તેનો મોબાઇલ ફોન એક બૉક્સમાં રાખ્યો હતો અને મહિલાઓની ગુપ્ત રીતે ફિલ્મ કરવા માટે તેને દરવાજા પાસે રાખ્યો હતો. જો કે, તેનું શંકાસ્પદ વર્તન સુરક્ષા કર્મચારીઓના ધ્યાને આવ્યું હતું, જેમણે તેને પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અભિમન્યુની ધરપકડ કરી હતી.

પોલીસે બુરખો અને ફોન જપ્ત કર્યો
અધિકારીએ જણાવ્યું કે પોલીસે અભિમન્યુનો ફોન તેમજ ગુના માટે ઉપયોગમાં લેવાયેલ બુરખો જપ્ત કર્યો છે.

પોલીસનું કહેવું છે કે આરોપીઓ વિશે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. તે અગાઉ પણ આવી ઘટનાઓમાં સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

કર્ણાટકમાં બસમાં મફત મુસાફરી માટે એક વ્યક્તિએ બુરખો પહેર્યો હતો

 આવી જ ઘટના ગયા મહિને કર્ણાટકના ધારવાડ જિલ્લામાં જોવા મળી હતી. કર્ણાટકમાં સરકારે સરકારી બસોમાં મહિલાઓ માટે શક્તિ યોજના લાગુ કરી છે, જે અંતર્ગત મહિલાઓ બસમાં મફત મુસાફરીનો લાભ લઈ શકે છે. આવી સ્થિતિમાં ફ્રી બસની ટિકિટ લેવા માટે એક યુવક બુરખો પહેરીને અહીં પહોંચ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિની ઓળખ વીરભદ્રૈયા મઠપતિ તરીકે થઈ છે. જોકે, બસમાં મુસાફરી કરી રહેલા અન્ય લોકોને તેના પર શંકા ગઈ હતી. જે બાદ લોકો તેમની પાસે પહોંચ્યા અને અનેક સવાલો પૂછવા લાગ્યા. ત્યારે છોકરાની વાસ્તવિકતા સામે આવી.