કેમ્પ/ ગોધરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ કેમ્પ યોજાયો

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલા આ કેમ્પનો પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી જે.આર.શાહ, પોલિસ અધિક્ષક ડો. લીના પાટિલ સહિતના મહાનુભાવોએ દિપપ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવ્યો હતો

Gujarat
11 4 ગોધરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ કેમ્પ યોજાયો

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે ‘પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન’ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો હતો. પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલા આ કેમ્પનો પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી જે.આર.શાહ, પોલિસ અધિક્ષક ડો. લીના પાટિલ સહિતના મહાનુભાવોએ દિપપ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવ્યો હતો.

12 1 ગોધરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ કેમ્પ યોજાયો

આ પ્રસંગે પોતાના સંબોધનમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી જે.આર.શાહે જણાવ્યું હતું કે સર્વને સમાન ન્યાય અને ન્યાય સમક્ષ સૌની સમાનતા એ ભારતીય બંધારણનો મૂળભૂત મંત્ર છે ત્યારે પોતાના કાયદાકીય અધિકારોથી છેવાડાનો દરેક માનવી અવગત થાય અને જરૂરી કાનૂની માર્ગદર્શનથી વંચિત ન રહે, દરેકને કાયદાનું સમાન રક્ષણ મળે તે દિશામાં એક સુંદર પ્રયાસ આ પ્રકારનાં કેમ્પનાં માધ્યમથી કરવામાં આવ્યો છે. કોઈપણ વર્ગ ન્યાયથી વંચિત ન રહે તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી આપણું લક્ષ્ય છે.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલ્સા) તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પના માધ્યમથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી સરળતાથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળી રહે, વિવિધ યોજનાઓને લગતું માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા આ કેમ્પમાં ગોઠવવામાં આવી છે.

-વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

-૧૧૦૪ થી વધુ લોકોએ લાભ મેળવ્યો

– કુલ ૧૮ વિભાગોના માધ્યમથી વિવિધ સેવાઓના લાભ અપાયા

13 ગોધરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ કેમ્પ યોજાયો

કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૨૫થી વધુ લાભાર્થીઓને ૧૩ લાખથી વધુના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ કાર્યક્રમ બાદ કેમ્પમાં વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ૧૧૦૪ થી વધુ લોકોએ આ કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓનો લાભ મેળવ્યો હતો.

આ મેગા કેમ્પમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ સરકારના વિવિધ ૧૮ વિભાગો દ્વારા સ્ટોલ લગાડી મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, ઔદ્યોગિક કામદારો, ઓછી આવક મર્યાદા ધરાવતા લોકોને વિવિધ યોજનાઓનાં લાભોનું વિતરણ કરવાની સાથે તેમને નિશુલ્ક કાનૂની સહાય, મધ્યસ્થતા, લોક અદાલત વગેરેની વિગતવાર જાણકારી-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

14 ગોધરામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા લીગલ કેમ્પ યોજાયો

પુરવઠા, રોજગાર, બાળ સુરક્ષા, મહિલા અને બાળ સુરક્ષા, ખેતીવાડી, અનુસૂચિત કલ્યાણ વિભાગ, વિકસતી જાતિ વિભાગ, ગોધરા નગરપાલિકા સહિતના વિવિધ સરકારી વિભાગો દ્વારા વ્હાલી દિકરી, આંતરજ્ઞાતીય લગ્ન સહાય, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય કેદી સહાય, એજીઆર-ટ્રેક્ટર સહાય, પંડિત દિન દયાલ આવાસ યોજના, મકાન સહાય યોજના, પાલક માતા પિતા યોજના ઉજ્જવલા યોજના સહિતના લાભોનું વિવિધ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓને તેમના પ્રશ્નોનું સમુચિત સમાધાન પુરુ પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફુલ ટાઈમ સેક્રેટરી, ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી એસ.એ.શેખ, બાર એસોસિયેશન, ગોધરાના પ્રમુખ આર.વી. વ્યાસ, એડિશનલ ન્યાયાધીશશ્રીઓ, વકીલો સહિત ન્યાયતંત્રના વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ, જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.