ગુજરાત/ અમદાવાદમાં રાત્રે રોડ પર થતાં પાર્કિંગ માટે માસિક રૂ. 300 થી 1500 સુધીના ચાર્જ લેવાની સંભાવના

વાહનો વધતા  લોકો ને પાર્કિંગ કરવાની સમસ્યા વધતી જોવા મળી રહી છે  ત્યારે amc એ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવાની જોગવાઇ છે.

Ahmedabad Gujarat
Untitled 84 અમદાવાદમાં રાત્રે રોડ પર થતાં પાર્કિંગ માટે માસિક રૂ. 300 થી 1500 સુધીના ચાર્જ લેવાની સંભાવના

 રાજય માં    દિવસેને દિવસે  વાહનોની વધતા જોવા મળી રહ્યા છે . વાહનો વધતા  લોકો ને પાર્કિંગ કરવાની સમસ્યા વધતી જોવા મળી રહી છે  ત્યારે amc એ રાજ્ય સરકારને નવી પાર્કિંગ પોલિસી માટે મોકલેલા એજન્ડામાં રાત્રે પણ સોસાયટીની બહાર પાર્ક થયેલા વાહનોનો પાર્કિંગ ચાર્જ વસૂલવાની જોગવાઇ છે. આ જોગવાઇ અનુસાર વાહનો પાસેથી માસિક રૂ. 300 થી 1500 ચાર્જ વસૂલાય તેવી શક્યતા છે. જો રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમદાવાદની મોટાભાગની સોસાયટી, ફ્લેટોને વાહન પાર્કિંગના માસિક નાણાં ચૂકવવા પડશે.

મ્યુનિ. જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો પાસેથી પણ હવે પાર્કિંગ ચાર્જ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમ્યાન જાહેર રસ્તા પર પાર્ક થતાં વાહનો માટે વિશેષ રીતે પાર્કિગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. આવા વાહનો પાસેથી જે તે વિસ્તારની જંત્રી પ્રમાણે અથવા તો અન્ય રીતે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે તેવી શક્યતા છે. તે સિવાય કોમર્શિયલ બિલ્ડિંગોમાં કેટલાક કિસ્સામાં વધુ રકમ વસુલવામાં આવે તેવી પણ શક્યતા છે. પાર્કિંગ ચાર્જમાં ખાસ કરીને રાત્રિ દરમ્યાન અને દિવસે પણ પાર્કિંગની જગ્યા બાબતે ચાર્જમાં કેટલોક ફરક હોવાની શક્યતા છે. આ ઉપરાંત કોમર્શિયલ રસ્તા પર દિવસનો પાર્કિંગ ચાર્જ લગભગ આ રકમ કરતાં 10 ગણો વધારે રાખવામાં આવે તેવી પણ શક્યતા છે.