Not Set/ જાણો કેવી રીતે 8 માર્ચના દિવસે જન્મ લેનારી દીકરીનું સ્વાગત કરવામાં આવશે

અમદાવાદ આવતી કાલે એટલે કે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે જન્મ લેનારી દીકરીનું સ્વાગત કરવામાં આવશે. જન્મેલી દીકરીનું ગુલાબનું ફૂલ આપીને આ દુનિયામાં સ્વાગત કરવામાં આવશે. સાથે તે દીકરીના માતા-પિતાને બેબી કીટ, શુદ્ધ ઘીની મીઠાઈ અને 5 ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટ રૂપે ગુજરાત સરકાર દ્રારા આપવામાં આવશે. […]

Gujarat
km જાણો કેવી રીતે 8 માર્ચના દિવસે જન્મ લેનારી દીકરીનું સ્વાગત કરવામાં આવશે

અમદાવાદ

આવતી કાલે એટલે કે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે જન્મ લેનારી દીકરીનું સ્વાગત કરવામાં આવશે. જન્મેલી દીકરીનું ગુલાબનું ફૂલ આપીને આ દુનિયામાં સ્વાગત કરવામાં આવશે. સાથે તે દીકરીના માતા-પિતાને બેબી કીટ, શુદ્ધ ઘીની મીઠાઈ અને 5 ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટ રૂપે ગુજરાત સરકાર દ્રારા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ‘બેટી બચાવો બેટી પઢાવો‘ યોજના લગભગ ૧૫ વર્ષથી ચાલી રહી છે. છતાં પણ 1,000 છોકરાની સામે છોકરીયોનું પ્રમાણ 911 હતું તે ઘટીને 848 સુધી પહોંચ્યું છે. ત્યારે આ મામલે ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કઈ અલગ રીતે  ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જેમાં . 8 માર્ચના દિવસે રાજ્યભરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે 2 થી 4 સેમીનાર કરવામાં આવશે જે પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાના દરેક જીલ્લામાં લોકજાગૃત કાર્યકર્મ કરવામાં આવશે.

મહત્વનું છે કે, મંગળવારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજવામાં આવતી હતી જેમા રાજ્યના ગ્રામ વિકાસ સચિવ મોના ખંધાર, આરોગ્ય કમિશનર ડો. જયંતી રવિ તથા મહિલા અને બાળકલ્યાણ વિભાગનો ચાર્જ સંભાળતા સચિવ મિલિન્દ તોરવણે હાજરી આપી હતી. જેમાં ગ્રામ વિકાસ સચિવે આ પત્રકાર પરિષદ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની આજીવિકા ગ્રામીણ એક્સ્પ્રેસ યોજના હેઠળ રાજ્યના પંચમહાલ જિલ્લામાં જે અતિપછાત ઘોઘંબા તાલુકા છે તેમાં ટોકન રૂપે 7 મહિલાઓને વાહન આપવામાં આવશે.

આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, 8 માર્ચના દિવસે જન્મેલી દીકરીઓનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાજર રહશે. ત્યારે બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની હાજરી આપશે અને દીકરીઓનું સ્વાગત ગુલાબનું ફૂલ આપીને કરશે.