મોરબી/ ભારે વરસાદને કારણે મોડી રાત્રે દીવાલ ધસી પડતાં માતા-પુત્રનાં મોત, પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા

સમગ્ર રાજય માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . રાજયના અમુક શહેરોમાં  વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ  સતત પડી રહેલા વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયા  હોવાનું જાણવા  મળ્યું છે .

Gujarat Others
Untitled 229 ભારે વરસાદને કારણે મોડી રાત્રે દીવાલ ધસી પડતાં માતા-પુત્રનાં મોત, પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા

  સમગ્ર રાજય માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . રાજયના અમુક શહેરોમાં  વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ  સતત પડી રહેલા વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયા  હોવાનું જાણવા  મળ્યું છે .  ત્યારે  મોડી રાત્રે મોરબીના રફાળેશ્વર ફાટકની બાજુમાં આવેલા જીયોટેક કારખાનાની ઓરડીની દીવાલ  પડતાં બે શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા છે, જ્યારે બે સભ્ય ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે . અંદાજે  રાત્રે દોઢ વાગ્યાની આસપાસ શ્રમિક પરિવાર પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે અચાનક જ ઓરડીની દીવાલ ધસી પડતાં માતા અને પુત્ર દીવાલ નીચે દબાઈ ગયા હતા.

આ પણ વાંચો: રાજય માં ધોરણ 9 થી 11ના વર્ગો આજથી શરૂ કરાયા

દીવાલ ધસી પડતા ફૂલકેસરી દેવી માથુર અને પવન રામજી કુમાર માથુર ના નીચે દબાઈ જતાં બંનેનાં મોત નીપજ્યા છે. જ્યારે રામજીભાઈ રામ શંકરભાઈ , સોનું રામજીભાઈ  ઇજાગ્રસ્ત થતાં બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. માતા-પુત્રના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નાના એવા શ્રમિક પરિવારમાં એક સાથે માતા-પુત્રના અચાનક મોતથી બિહારી પરિવારમાં શોક વ્યાપી ગયો છે .

આ પણ વાંચો: અનુમલિકની માતા કુશર જહાંનું નિધન ,અરમાન મલિક અંતિમ સમય સુધી તેમની સાથે હતો