ગુજરાત/ ઊંડેરામાં બંધ સ્કૂલમાં બે મિત્રો વચ્ચે બબાલ થતા ખેલાયો ખૂની ખેલ, આરોપીની કરી ધરપકડ

ઊંડેરામાં બંધ સ્કૂલમાં બે મિત્રો વચ્ચે બબાલ થતા ખૂની ખેલ ખેલાયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ઝડપી પાડ્યો.

Top Stories Gujarat Vadodara Breaking News
Beginners guide to 2024 05 25T160940.428 ઊંડેરામાં બંધ સ્કૂલમાં બે મિત્રો વચ્ચે બબાલ થતા ખેલાયો ખૂની ખેલ, આરોપીની કરી ધરપકડ

વડોદરા: ઊંડેરામાં બંધ સ્કૂલમાં ખૂની ખેલ ખેલાયો. બે મિત્રો વચ્ચે બબાલ થતા ખૂની ખેલ ખેલાયો. ઊંડેરામાં બંધ શાળામાં પરપ્રાંતીય યુવાનો સાથે રહેતા હતા. દરમ્યાન કોઈ બાબતે બે મિત્રો વચ્ચે બબાલ થતા વાતે ગંભીર સ્વરૂપ લીધું. અને એક યુવાને આ બબાલની દાઝરાખી બીજા મિત્રની હત્યા કરી. આ મામલો સામે આવતા પોલીસ ઘટનાસ્થળે પંહોચી ગઈ. પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને દબોચી લીધો.

શહેરની નજીક ઊંડેરામાં એક શાળા લાંબા સમયથી બંધ છે. આ બંધ શાળાના માલિકે પરપ્રાંતીય યુવકોને રૂમ ભાડે આપ્યા હતા. બંધ શાળામાં 4 યુવાનો ભાડે રહેતા હતા. પરપ્રાંતીય યુવાનો પૈકી બે વચ્ચે બોલચાલ બાદ મારામારી થઈ. ઘટનાની પ્રાપ્ત વિગત મજુબ યુવાનો વચ્ચે ભોજન બાબતે મોટો ઝગડો થયો હતો. આ ઝગડાએ ઘાતકી સ્વરૂપ લીધું અને એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી. યુવાનની હત્યાના સમાચાર સામે આવતા જ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે પંહોચી ગયો. હત્યાની પ્રાથમિક વિગત સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડવામાં સફળતા મળી. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીનું નામ આયુષ યાદવ છે અને મૃતકનું નામ ધીરજ સુરેશદાસ છે. આયુષ યાદવે સામાન્ય ઝગડામાં પોતાના મિત્ર સુરેશને છરીના ઘા મારી હત્યા કરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં આ વર્ષની ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, હવામાનની પેટર્નમાં થયો બદલાવ

આ પણ વાંચો: મુસ્લિમ આરક્ષણ પર સંઘર્ષ, CM યોગીએ કલકત્તા હાઈકોર્ટના મુસ્લિમોના OBC ક્વોટા રદ કર્યાના નિર્ણયને આવકાર્યો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ