Not Set/ દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 15 હજાર,કોરોનાથી મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો

ભારતમાં કોરોના ચેપના કેસોમાં સતત વધઘટ થતી રહે છે. છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 166 લોકોના મોત થયા છે

Top Stories
corona 1 દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 15 હજાર,કોરોનાથી મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો

ભારતમાં કોરોના ચેપના કેસોમાં સતત વધઘટ થતી રહે છે. છેલ્લા 24 કલાકમાં 15 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 166 લોકોના મોત થયા છે. કોરોનાને માત આપીને સાજા થયેલા 7 હજાર 861 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. રાહતની વાત છે કે કોરોનાથી મૃત્યુઆંક ભારે ઘટી ગયો છે. ગુરુવારે, મૃત્યુઆંક 350 થી વધુ હતો, જ્યારે શુક્રવારે રોગથી મૃત્યુઆંક બેસોથી નીચે પહોંચી ગયો હતો.

આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં કોરોનાના 2 લાખ 01 હજાર 632 સક્રિય કેસ છે, જ્યારે 3 કરોડ 33 લાખ 99 હજાર 961 લોકો સાજા થયા છે. તે જ સમયે, 3 કરોડ 40 લાખ 53 હજાર 573 કુલ કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 4 લાખ 51 હજાર 980 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં  ભારે ઘટાડો જોવા મળે છે જેના લીધે દેશમાં જનજીવન સામાન્ય બન્યું છે. હવે વેપાર,ઉદોગ રાબેતા મુજબ ચાલુ થઇ ગયા છે,જેના લીધે દેશનું અર્થતંત્ર ફરી પાટા પર ફરી રહ્યું છે.