ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવા સંબંધિત મામલામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ઇલેક્ટરોલ બોન્ડ મામલે વિગતો આપવામાં વિલંબ થતા SBIને ફટકાર લગાવી. CJI ચંદ્રચુડે કહ્યું, ‘આ ખૂબ જ ગંભીર મામલો છે. આ બંધારણીય બેંચનો આદેશ છે. તમારે કોર્ટના આદેશ મુજબ કામ કરવું પડશે. તમારે ચૂંટણી પંચ સાથે માહિતી શેર કરવાની રહેશે. આ મામલે SBIએ કોર્ટને કહ્યું- અમને બોન્ડ સંબંધિત માહિતી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ અમારે થોડો સમય જોઈએ છે. તેના પર CJI DY ચંદ્રચુડે પૂછ્યું- તમે છેલ્લી સુનાવણી (15 ફેબ્રુઆરી)થી 26 દિવસમાં જે પણ કર્યું તેની અરજીમાં માહિતી આપવી જોઈતી હતી. ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણીના અંતે આજે કોર્ટે SBIને આદેશ આપતા તમામ માહિતી ચૂંટણી પંચને સાંજ સુધીમાં આપી દેવા કહ્યું. અને આ આદેશનું પાલન ના થવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી.
કેસની સુનાવણી
ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં લગભગ 40 મિનિટની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું- SBI 12 માર્ચ સુધીમાં તમામ માહિતી જાહેર કરે. ચૂંટણી પંચે 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ માહિતી એકઠી કરીને વેબસાઈટ પર પ્રકાશિત કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું- SBIએ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું એફિડેવિટ ફાઇલ કરવું જોઈએ કે તેઓ આપવામાં આવેલા આદેશોનું પાલન કરશે. અમે અત્યારે કોઈ તિરસ્કાર નથી લગાવી રહ્યા, પરંતુ SBIને નોટિસ આપી રહ્યા છીએ કે જો આજના આદેશનું સમયસર પાલન કરવામાં નહીં આવે તો અમે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ છીએ.
સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે કહ્યું- SBI આવતીકાલ (12 માર્ચ) સુધીમાં તમામ માહિતી જાહેર કરે. ચૂંટણી પંચે 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ માહિતી એકઠી કરીને વેબસાઈટ પર પ્રકાશિત કરવી જોઈએ. હકીકતમાં 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ સાથે SBIને 12 એપ્રિલ, 2019 થી અત્યાર સુધીમાં ખરીદેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેના બાદ 4 માર્ચે SBIએ સુપ્રીમ કોર્ટમાં માહિતી આપવા 30 જૂન સુધીનો સમય માંગતી અરજી કરી હતી. અને 6 માર્ચ સુધી માહિતી ન આપવા બદલ SBI સામે તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે SBIએ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પાસેથી એફિડેવિટ ફાઇલ કરવી જોઈએ કે તેઓ આપેલા આદેશોનું પાલન કરશે. અમે અત્યારે કોઈ વિવાદ નથી લગાવી રહ્યા, પરંતુ SBIને નોટિસ આપી રહ્યા છીએ કે જો આજના આદેશનું સમયસર પાલન કરવામાં નહીં આવે તો અમે તેની સામે કાનૂની પગલાં લઈ શકીએ છીએ.
આ પણ વાંચો: Guj-Board Exam/આજથી ગુજરાત બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સફળતા માટે પાઠવી શુભેચ્છા, પોલીસ આપશે વિદ્યાર્થીઓને સુવિધા
આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?
આ પણ વાંચો: Junagadh/જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો, દારૂ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે