Not Set/ ૧૯૬૮માં ક્રેશ થયેલા એરફોર્સનું પ્લેનની ઘટનાના ૫૦ વર્ષ બાદ મળ્યો જવાનનો મૃતદેહ

નવી દિલ્હી, વર્ષ ૧૯૬૮માં ભારતીય વાયુસેનાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના બની હતી અને આં વિમાનમાં ૧૦૨ લોકો સવાર હતા. આ ઘટના બાદ વિમાનમાં સવાર તમામ લોકો લાપતા થઇ ગયા હતા. ત્યારે હવે આ ઘટનાના ૫૦ વર્ષ બાદ એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. અંદાજે ૫૦ વર્ષ બાદ પર્વતારોહણ કરી રહેલી એક ટીમને હિમાચલ પ્રદેશના ઢાકા […]

India Trending
Dim0RBMXUAAFSu3 ૧૯૬૮માં ક્રેશ થયેલા એરફોર્સનું પ્લેનની ઘટનાના ૫૦ વર્ષ બાદ મળ્યો જવાનનો મૃતદેહ

નવી દિલ્હી,

વર્ષ ૧૯૬૮માં ભારતીય વાયુસેનાના વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના બની હતી અને આં વિમાનમાં ૧૦૨ લોકો સવાર હતા. આ ઘટના બાદ વિમાનમાં સવાર તમામ લોકો લાપતા થઇ ગયા હતા. ત્યારે હવે આ ઘટનાના ૫૦ વર્ષ બાદ એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે.

અંદાજે ૫૦ વર્ષ બાદ પર્વતારોહણ કરી રહેલી એક ટીમને હિમાચલ પ્રદેશના ઢાકા ગ્લેશિયરમાં એક જવાનનો મૃતદેહ મળ્યો છે.

પર્વતારોહણ કરી રહેલી ટીમે જણાવ્યું હતું કે, ઢાકા ગ્લેશિયર જે સમુદ્ર તટથી લગભગ ૬૨૦૦ મીટર ઉંચાઈ પર છે, અને અમે જયારે ત્યાં પહોચ્યા હતા ત્યારે આ વિમાનના અવશેષો મળ્યા હતા. ત્યારેબાદ આ ટીમે થોડીક આગળ વધી તો તેઓને બરફમાં દબાયેલો એક મૃતદેહ મળ્યો હતો”.

આ પહેલા એબીવી ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટનિયરિંગ એન્ડ એલાઈડ સ્પોર્ટ્સના પર્વતારોહણની એક ટીમને ૨૦૦૩માં પણ આ વિમાનના કેટલાક ભાગો મળ્યા હતા. આ દરમિયાન તેઓને એક શરીરના અવશેષો પ મળ્યા હતા અને તેઓની ઓળખ ઉડાન ભરવાવાળા સેનાના એક જવાન બેલી રામના રૂપમાં થઇ હતી.

આ ઉપરાંત વર્ષ ૨૦૦૭માં ઇન્ડિયન આર્મી દ્વારા ચલાવવામાં આવેલા એક ઓપરેશાન પુનરુત્થાન ૨ હેઠળ ત્રણ અન્ય મૃતદેહ પ્રાપ્ત થયા હતા.

મહત્વનું છે કે, ૭ ફેબ્રુઆરી, ૧૯૬૮ બે એન્જીનવાળા એક વિમાને ચંડીગઢના લેહ એરપોર્ટથી ઉડાન ભરી હતી. ત્યારબાદ આ વિમાન અચાનક જ ગાયબ થઇ ગયું હતું અને કોઈ અતો-પતો લાગ્યો ન હતો.

આ દુર્ઘટના એ સમયે બની હતી ત્યારે લેહની નજીક પહોચ્યા બાદ હવામાન અનુકૂળ ન હોવાના કારણે પાયલોટે વિમાનને રિટર્ન કરવા માટે નિર્ણય કયો હતો, પરંતુ ત્યારબાદ આ દરમિયાન વિમાન ગુમ થઇ ગયું હતું.  સોવિયત સંઘ દ્વારા નિર્મિત આં વિમાનમાં ૧૦૨ યાત્રીઓ સવાર હતા જેમાં ૯૮ યાત્રીઓ અને ૪ ક્રુ-મેમ્બર હતા.