Not Set/ અજીત પાવર ભાજપથી ડરી ગયા એટલે ભાજપને ટેકો આપ્યો: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભારતીય રાજકારણમાં સૌથી મોટી ઉલટફેર જોવા મળી છે. શનિવારે સવારે બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી દીધી છે. સંજય રાઉતે કહ્યું, છેલ્લા સમય સુધી અજીત પવાર અમારી સાથે હતા. અજીત પવારે શરદ પવારને દગો આપ્યો છે. અજીત પવારની ઈડીની તપાસનો ડર હતો એટલે તેમણે રાતોરાત ભાજપને ટેકો આપ્યો. #WATCH Sanjay Raut, […]

Top Stories India
aa 5 અજીત પાવર ભાજપથી ડરી ગયા એટલે ભાજપને ટેકો આપ્યો: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભારતીય રાજકારણમાં સૌથી મોટી ઉલટફેર જોવા મળી છે. શનિવારે સવારે બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી દીધી છે.

સંજય રાઉતે કહ્યું, છેલ્લા સમય સુધી અજીત પવાર અમારી સાથે હતા. અજીત પવારે શરદ પવારને દગો આપ્યો છે. અજીત પવારની ઈડીની તપાસનો ડર હતો એટલે તેમણે રાતોરાત ભાજપને ટેકો આપ્યો.

આ સરકાર બનવા પર શિવસેનાના નેતા સંજય રાઉતે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે અજીત પવારે પીઠ પાછળ ખંજર માર્યું છે.ગઈકાલે સવારે 9 વાગ્યા સુધી આ મહાશય અમારી સાથે બેઠા હતા.હવે અચાનક ગાયબ થઈ ગયા છે.એ નજર સામે નજર મેળવીને બોલી નહોતા શકતા.જે વ્યક્તિ પાપ કરે અને જે રીતે એની નજર નીચે પડે એવી ઝુકેલી નજરથી તેઓ વાત કરતા હતા.

સંજય રાઉતે કહ્યું કે શરદ પવારને આની સાથે કોઈ લેવા દેવા નથી.અજીત પવારે જ મહારાષ્ટ્રની જનતાની પાછળ ખંજર ભોક્યું છે.

બીજી તરફ શરદ પવારે કહ્યું હતું કે ભાજપને ટેકો આપવાનો નિર્ણય અજીત પવારનો વ્યક્તિગત છે એને એનસીપી જોડે લેવા દેવા નથી.અમે રેકોર્ડ પર મુકવાના છીએ કે અમે તેમના નિર્ણયને ટેકો નથી આપવાના.

સંજય રાઉતે કહ્યું કે, અજિત પવાર ગઈ કાલે બેઠક દરમિયાન વકીલને મળવાના બહાને બહાર ગયા હતા. તેમણે સત્તા અને પૈસાના દમ પર આખો ખેલ રમ્યો છે. અજીત પવાર અને તેમના સાથીયોએ છત્રપતિ શિવાજીનું નામ બદનામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.