Not Set/ ઝારખંડ ચૂંટણી/ ECએ મૃણાલ કાંતિ દાસની વિશેષ પોલીસ નિરીક્ષક તરીકે કરી નિમણુંક

ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) દ્વારા મૃણાલ કાંતિ દાસ (IPS 1977 નિવૃત્ત)ને આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિશેષ પોલીસ નિરીક્ષક તરીકે નિમાવામાં આવ્યા છે. EC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઝારખંડમાં ડાબેરી પક્ષનાં વિશિષ્ટ પડકારોને ધ્યાનમાં રાખીને ઇસીઆઈએ આ નિર્ણય લીધો હતો. ચૂંટણીઓ મામલે ઉગ્રવાદી અને માઓવાદી તત્વો ઝારખંડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર કરી શકે […]

India
ec ઝારખંડ ચૂંટણી/ ECએ મૃણાલ કાંતિ દાસની વિશેષ પોલીસ નિરીક્ષક તરીકે કરી નિમણુંક

ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ) દ્વારા મૃણાલ કાંતિ દાસ (IPS 1977 નિવૃત્ત)ને આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિશેષ પોલીસ નિરીક્ષક તરીકે નિમાવામાં આવ્યા છે. EC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઝારખંડમાં ડાબેરી પક્ષનાં વિશિષ્ટ પડકારોને ધ્યાનમાં રાખીને ઇસીઆઈએ આ નિર્ણય લીધો હતો. ચૂંટણીઓ મામલે ઉગ્રવાદી અને માઓવાદી તત્વો ઝારખંડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર કરી શકે છે તેવી દહેશતને કારણે, તકેદારીનાં પગલાનાં ભાગ રુપે આ નિર્ણય લોવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નજીકનાં દિવસોમાં જ યોજાવવા જઇ રહી છે. અને ઝારખંડમાં ડાબેરીઓ દ્વારા પૂર્વો પણ નિષ્પેક્ષ ચૂંટણીઓ યોજાવા દેવામાં ખલેલ પહોંચાડવાની ભરપૂર કોશિશ કરવામાં આવી હતી, તો હાલના સમયે પણ અનેક જગ્યાએ ભયનો મોહોલ ઉપસ્થિતિ કરવા માટે IED બોમ્બ પ્લેાન્ટ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી.

https://twitter.com/mantavyanews/status/1198090384863137792

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.