National/ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા નવો કાયદો લાગુ કરાયો, જાણીલો વિગત તમે પણ….

૯ મહિનાથી લઈને ચાર વર્ષની વય સુધીનાં બાળકોને ક્રેશ હેલ્મેટ પહેરાવવું ફરજિયાત થશે

India
Untitled 516 બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા નવો કાયદો લાગુ કરાયો, જાણીલો વિગત તમે પણ....

દેશભરમાં ટ્રાફિકને લગતા કાયદાઓમાં ટૂંક સમયમાં જ કડક ફેરફાર કરવામાં આવ્યો છે. ચાર વર્ષની વયનાં બાળકો માટે મોટરબાઈક પર સફર કરતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાશે. હવે ચાર વર્ષના બાળકને ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાઇક પર ચલાવવું પણ લોકોને મોંઘુ પડશે. નવા નિયમ મુજબ આવા કૃત્યને ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને ચલણ પણ કાપવામાં આવશે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આને લગતો નવો કાયદો લાગુ કર્યેા છે. સરકાર બાઇક પર પાછળ બેઠેલા બાળકો માટે સુરક્ષાના આ પગલાં લઈ રહી છે. આ સંદર્ભમાં, આ કાયદો લાવવામાં આવ્યો છે, જે ચાર વર્ષ સુધીની વયના બાળકને લઈ જવા માટે સુરક્ષા કવચ ફરજિયાત બનાવે છે. બાળકોએ ક્રેશ હેલ્મેટ પણ પહેરવું જોઈએ.

આ પણ વાંચો :World / તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત

કેન્દ્રીય રોડ ટ્રાસપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે મોટરસાઈકલો પર બાળકોને બેસાડવા માટે કડક નિયમો લાગુ કરવાનું નક્કી કયુ છે. નવા નિયમ અંતર્ગત, ૯ મહિનાથી લઈને ચાર વર્ષની વય સુધીનાં બાળકોને ક્રેશ હેલ્મેટ પહેરાવવી ફરજિયાત થશે, નહીં તો મોટી રકમનો દડં ભરવો પડશે.

મોટરબાઈક ચાલકે એની સાથે બેઠેલા બાળકને જોડતી એક સેટી હાર્નેસ  લગાડવો પડશે. તે સેટી બેલ્ટ બીઆઈએસ ના નિયમો અનુસારનો હોવો જોઈએ, જે વજનમાં હલકો અને એડજસ્ટ થઈ શકે એવો હોય. સાથોસાથ, એ વોટરપ્રુફ અને ટકાઉ પણ હોવી જોઈએ. મંત્રાલયે કહ્યું છે કે આ સૂચિત નિયમ વિશે જો કોઈને સૂચન કે વાંધો હોય તો એ ઈમેલ કે પત્ર મારફત જણાવી શકે છે.નવા નિયમ અનુસાર, જો તમે મોટરબાઈક પર ચાર વર્ષની વય સુધીનાં બાળકને બેસાડીને જતા હો તો મોટરબાઈકની સ્પીડ ૪૦ કિ.મી. પ્રતિ કલાકથી વધારે હોવી ન જોઈએ. અકસ્માતોમાં બાળકોની સુરક્ષા માટે આ કડક નિયમો લાગુ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો ;રાજકોટ / RMC દ્વારા ખાણીપીણીની બજારમાંથી 81 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો