Jammu Kashmir/ શોપિયાંમાં લશ્કરના બે આતંકવાદીઓ ઠાર, બેંક મેનેજરની હત્યામાં સામેલ મોહમ્મદ લોન પણ માર્યો ગયો

કાશ્મીરમાં(kashmir)તાજેતરના ટાર્ગેટ કિલિંગ દરમિયાન એક બેંક મેનેજરની હત્યા કરનાર આતંકવાદી સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને મંગળવારે મોડી રાત્રે એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ શોપિયાંમાં ઠાર માર્યા હતા.

Top Stories India
murder

કાશ્મીરમાં(kashmir)તાજેતરના ટાર્ગેટ કિલિંગ દરમિયાન એક બેંક મેનેજરની હત્યા કરનાર આતંકવાદી સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને મંગળવારે મોડી રાત્રે એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ શોપિયાંમાં ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. કાશ્મીર ઝોનની પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, માર્યા ગયેલા બંને આતંકવાદીઓ લશ્કર સાથે સંકળાયેલા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ ઓપરેશન જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશન હેઠળ કરવામાં આવ્યું હતું.

એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા

પોલીસ દ્વારા કરવામાં આવેલા અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે , એક આતંકીની ઓળખ શોપિયાંના જાન મોહમ્મદ તરીકે થઈ છે. તે અન્ય આતંકી ઘટનાઓ સિવાય 2 જૂને કુલગામમાં એક બેંક મેનેજરની હત્યામાં પણ સામેલ હતો. વિજય કુમાર રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. કાશ્મીરના કુલગામમાં ડ્યુટી જોઇન કર્યા બાદ 2 જૂને આતંકીઓએ તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાં લગાવેલા કેમેરામાં જોવા મળ્યું કે એક આતંકવાદી બેંકમાં ઘૂસી ગયો હતો અને બેંક મેનેજરને ગોળી મારી હતી.

બેંક મેનેજરની હત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તાજેતરના સમયમાં ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની ઘણી ઘટનાઓ સામે આવી છે. છેલ્લા વર્ષથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સામે આવી રહી છે અને પરપ્રાંતિય મજૂરો અને સ્થાનિક લઘુમતીઓને સતત નિશાન બનાવવાના અહેવાલો છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાની રફતાર યથાવત,છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધુ કેસ,15 દર્દીઓના માેત

આ પણ વાંચો:‘હું આ માટે માફી માંગુ છું’: કિરણ બેદીએ શીખો પર ટિપ્પણી બાદ માંગી માફી