Covid-19/ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે આ દેશોમાં પણ ફેલાયો

કોરોના વાયરસનાં નવા રૂપને લઇને હવે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગયો છે. બ્રિટનમાં કોરોના વાયરસનું નવો સ્ટ્રેન જોવા મળ્યા બાદ ભારત સહિત લગભગ એક ડઝન દેશોએ તાત્કાલિક અસરથી બ્રિટનની હવાઈ સેવા રદ કરી દીધી છે. …

Top Stories World
zzas 80 કોરોના વાયરસનો નવો સ્ટ્રેન હવે આ દેશોમાં પણ ફેલાયો

કોરોના વાયરસનાં નવા રૂપને લઇને હવે સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગયો છે. બ્રિટનમાં કોરોના વાયરસનું નવો સ્ટ્રેન જોવા મળ્યા બાદ ભારત સહિત લગભગ એક ડઝન દેશોએ તાત્કાલિક અસરથી બ્રિટનની હવાઈ સેવા રદ કરી દીધી છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે નવા કોરોના વાયરસ ઓછામાં ઓછા પાંચ દેશોમાં ફેલાયો છે. આ સિવાય બીજા ઘણા દેશોમાં પણ ડર છે કે તેમનામાં કોરોનાવાયરસનો નવો સ્ટ્રેન હોઇ શકે છે.

New Covid strain: How worried should we be? - BBC News

એક અહેવાલ મુજબ ડેનમાર્ક, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સાથે ઇટાલીમાં કોરોનાવાયરસનાં નવા સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. બ્રિટનનો એક પેસેન્જર રોમ પહોંચ્યો હતો, જેના કારણે ઇટાલીમાં પણ નવો કોરોના વાયરસ જોવા મળ્યો છે. વળી ફ્રાન્સને પણ નવા વાયરસ વિશે ચેતવણી આપવામાં આવી છે. ફ્રાન્સે બ્રિટન સાથે અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રાંસ એમ પણ કહે છે કે શક્ય છે કે કોરોનાવાયરસનો નવો સ્ટ્રેન પણ તેમાં પહોંચ્યો હોય. નવો કોરોનાવાયરસ વધુ જીવલેણ હોવાનું કહેવાઈ રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બ્રિટનમાં વધતા જતા કેસો માટે જવાબદાર છે.

Wear masks in the break room, public health suggests | CTV News

નિષ્ણાતો કહી રહ્યા છે કે, કોરોનાવાયરસનો સ્ટ્રેન 70% વધુ જીવલેણ છે. નવેમ્બરમાં જ ડેનમાર્કમાં કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનનાં 9 કેસ નોંધાયા હતા. ઓસ્ટ્રેલિયામાં પણ એક કેસ સામે આવ્યો છે. નેધરલેન્ડ્સનું કહેવુ છે કે આ મહિને અહી કોરોનાવાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. બ્રિટનની રાજધાની લંડનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઇ રહ્યો છે. લંડન અને ઇંગ્લેન્ડનાં દક્ષિણ પૂર્વમાં 60% કેસ નવા સ્ટ્રેન તરીકે નોંધાયેલા છે. જેના કારણે બ્રિટનમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. બીજી તરફ, ઉત્તરી આયર્લેન્ડનાં પ્રથમ પ્રધાન કહે છે કે તેમના દેશમાં પણ નવો સ્ટ્રેન ફેલાઇ શકે છે.

unique / 400વર્ષ ના ઈતિહાસમાં ઘટશે અનોખી ખગોળીય ઘટના, આવો હશે નઝારો…

Corona Virus Alert / બ્રિટનમાં કોરોનાવાયરસનો હાહાકાર, ફલાઈટ પર પ્રતિબંધ…

Politics / નેપાળમાં નવી સરકાર! ચીનના રવાડે ચઢવું નેપાળને પડ્યું ભારે, ર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો