OMG!/ પાકિસ્તાની મહિલાએ એકસાથે સાત બાળકોને જન્મ આપ્યો

આ ઘટના પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં સ્થિત એબટાબાદ શહેરની છે. ત્યાં જિન્ના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી હતી.

World
AAAAAAA પાકિસ્તાની મહિલાએ એકસાથે સાત બાળકોને જન્મ આપ્યો

પાકિસ્તાનથી એક ખબર સામે આવી છે, જેમાં એક મહિલાએ એક સાથે એક-બે નહીં પણ 7 બાળકોને જન્મ આપ્યો છે. તે બાળકોમાં ચાર દીકરા અને ત્રણ દીકરીઓ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સાત બાળકો તદ્દન સ્વસ્થ છે. આ ઘટનાથી ડોક્ટરો પણ ચોંકી ગયા છે. આ મહિલાને 7 બાળકો અગાઉ પણ બે દીકરી છે, તેમને ગણીને હવે તેમની પાસે કુલ 9 બાળકો છે.

આ ઘટના પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં સ્થિત એબટાબાદ શહેરની છે. ત્યાં જિન્ના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી હતી. બાળકો જન્મ્યા બાદ બાળકોના પિતા યાર મોહમ્મદે ડોક્ટરોને જણાવ્યું કે અમને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે ગર્ભમાં એકથી વધુ બાળકો છે પરંતુ સાત-સાત બાળકો હશે તેવો તો અંદાજો પણ નહોતો.

ડોક્ટરોની ટીમે હોસ્પિટલમાં મહિલાનું તાત્કાલીક ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પાંચ બાળકો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ નક્કી થયુ હતું કે મહિલાનું ઓપરેશન કરવામાં આવે. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું અને એક-એક કરીને સાત બાળકોએ જન્મ લીધો. મહિલા અને બાળકોની સ્થિતિ હાલ સ્થિર જણાવામાં આવી રહી છે.

ડોક્ટર અનુસાર 8 મહીનાની પ્રેગ્નેન્ટ મહિલા તેમની પાસે પહેલીવાર શનિવારે આવી હતી. મહિલાનું બ્લડ પ્રેશર ખૂબ જ વધારે હતું, પેટ પણ અતિશય ફુલી ગયું હતું. ઓપરેશનનો ઓપ્શન ખતરનાક હતો કેમકે આ અગાઉ પણ મહિલાના બે બાળકો ઓપરેશનથી થઈ ચૂક્યા હતા. તેનાથી તેમના જૂના ટાંકા અને ગર્ભાશય ફાટવાનું જોખમ હતું.

પરંતુ બાદમાં ડોક્ટરોની ટીમે એક કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશનમાં સફળ ડિલીવરી કરી. ડોક્ટરે કહ્યું કે આવું ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે કે એક સાથે જન્મેલા દરેક બાળક સ્વસ્થ હોય. પરંતુ અમારી ટીમે તે કરીને બતાવ્યું. બાળકની માને હાલ ICUમાં શિફ્ટ કરવામાં આવી છે.