New Delhi/ નેશનલ હેરાલ્ડ ઓફિસનો એક ભાગ સીલ, પરવાનગી વિના તાળું નહીં ખુલે; કોંગ્રેસ હેડક્વાર્ટરની સુરક્ષા વધારી

નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ બિલ્ડીંગમાં સ્થિત યંગ ઈન્ડિયા લિમિટેડની ઓફિસને સીલ કરી દીધી છે.

Top Stories India
National

નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ બિલ્ડીંગમાં સ્થિત યંગ ઈન્ડિયા લિમિટેડની ઓફિસને સીલ કરી દીધી છે. EDના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વગર સીલ કરાયેલો ભાગ ખોલવામાં આવશે નહીં. આ સાથે કોંગ્રેસ મુખ્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ કેસમાં EDના અધિકારીઓએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરી છે.

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસના 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. બુધવારે એજન્સીના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસની યંગ ઈન્ડિયા લિમિટેડની ઓફિસને સીલ કરી દીધી હતી. ઓફિસનો તે ભાગ પરવાનગી વગર ખોલવામાં નહીં આવે તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ હેડક્વાર્ટરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે
મળતી માહિતી મુજબ, EDની કાર્યવાહી બાદ સાવચેતીના પગલા તરીકે કોંગ્રેસ મુખ્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલયની બહારનો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે ઓફિસ સીલ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ રોડ પર વિરોધ પ્રદર્શન કરી શકે છે.

આ પણ વાંચો:શેરડીના ખેડૂતો માટે સારા સમાચાર, મોદી કેબિનેટે FRPમાં પ્રતિ ક્વિન્ટલ 15 રૂપિયાનો વધારો કર્યો