ઉના/ તંત્રની બેદરકારીના અભાવે દર્દીને ખાટલામાં સુવડાવીને વહેતી નદીના પ્રવાહમાંથી પસાર થવા મજબુર ગ્રામજનો

ગામના યુવાનોએ આ દર્દીને ખાટલામાં સુવડાવીને નદીના વહેતા પાણીના પ્રવાહ માંથી પસાર થઇ નદી પાર કરાવી હતી. બાદમાં યુવાને હોસ્પીટલે જઈ પગની સારવાર લીધી હતી.

Gujarat
Untitled26593 તંત્રની બેદરકારીના અભાવે દર્દીને ખાટલામાં સુવડાવીને વહેતી નદીના પ્રવાહમાંથી પસાર થવા મજબુર ગ્રામજનો

ઊનાના ખત્રિવાડા ગામેથી પસાર થતી રૂપણે નદીમાં પુલના વાંકે લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે. અને આ નદી પર પુલ બનાવવા ગામ લોકોએ એનકવાર રજુઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણીય હલતુ ન હોય તેમ લોકોને દર વર્ષે ચોમાસાની સીઝનમાં પરેશાની ભોગવી પડે છે. ત્યારે નદીમાં છેલ્લા 4 દિવસથી પુરનુ પાણી પસાર થઇ રહ્યું છે. જયારે ગામમાં બીમાર દર્દીને સારવાર માટે હોસ્પીટલ લઇ જઈ શકાય તેમ નથી. જેથી  આ દર્દીને ખાટલામાં સુવડાવી નદી પાર કરાવવી પડે છે. અને હોસ્પીટલે જઇ સારવાર અપાવી હતી.

ઊનાના ખત્રિવાડા ગામ ૬ હજાર વસ્તી ધરાવતુ ગામ છે. આ ગામ બે ભાગમાં વહેચાયેલુ છે. વચ્ચેથી રૂપેણ નદી પસાર થાય છે. જેમાં બંને કાંઠે ૩-૩ હજારની થઇ કુલ કુલ ૬ લોકો વસવાટ કરે છે. ગામ વચ્ચેથી પસાર થતી રૂપેણ નદીના સામા કાંઠે રહેતા ભરતભાઇ કરશનભાઇ પામકને પગના ભાગે ગંભીર ફેક્ચર થયું હતું.  હોસ્પીટલે સારવાર લેવાની હતી. પરંતુ આ નદીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પુરના પાણી વહી રહ્યા છે. નદી પાર કરી શકાય તેમ નથી. અનીટલે જ આ યુવાન ઘરમાં બે દિવસ સુધી પીડા સહન કરતો રહ્યો હતો. અને આ બાબતની જાણ આસપાસના લોકો અને સરપંચે થતાં ગામના યુવાનોએ આ દર્દીને ખાટલામાં સુવડાવીને નદીના વહેતા પાણીના પ્રવાહ માંથી પસાર થઇ નદી પાર કરાવી હતી. બાદમાં યુવાને હોસ્પીટલે જઈ પગની સારવાર લીધી હતી. આમ  દર વર્ષે ચોમાસાની સીઝનમાં ગામ લોકો પરેશાન ભોગવી રહ્યા છે. આ નદી પર પુર બનાવવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

બે દિવસ પહેલા ગાય તણાઇ ગઇ હતી….

નદીમાં પુર આવે ત્યારેલોકો જીવના જોખમે નદી માંથી પસાર થતાં હોય છે. બે દિવસ અગાઉ એક ગાય પણ નદી પસાર કરવા જતા પગ લપસતા પાણીમાં તણાઇ ગઇ હતી. બાદમાં ગાય હિમ્મતભેર નદીના કાંઠે પહોચી બહાર નિકળી જતાં જીવ બચી ગયેલ હતો.

તંત્ર સાંભળતુંજ નથી…
ખત્રિવાડા ગામે રૂપેણ નદીમાં પુલના વાંકે દર વર્ષે ચોમાસા દરમ્યાન લોકો આ સમસ્યા ભોગવી રહ્યાં છે. અને ચુંટણી સમયે રાજકીય આગેવાનો મત મેળવવા પહોચી જતાં હોય અને ચુંટણી પત્યા બાદ દેખાતા નથી. ત્યારે ચુંટાયેલા રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ આ બાબતની સમસ્યાને ગંભીરતા લઇ નિવારણ લાવશે ખરા ?