attacked/ જૂનાગઢના વિસાવદરમાં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત,બીજાની હાલત ગંભીર

મોડી રાત્રે વિસાવદરના જાંબુડી ગામે દીપડાએ બે વ્યક્તિ પર જીવણેણ હુમલો કર્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે

Top Stories Gujarat
5 34 જૂનાગઢના વિસાવદરમાં દીપડાએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત,બીજાની હાલત ગંભીર
  • જૂનાગઢના વિસાવદરમાં માનવભક્ષી દીપડાનો આતંક
  • જાંબુડી ગામે બે વ્યક્તિ પર દીપડાનો હુમલો
  • દીપડાના હુમલા થી એક વ્યક્તિનું મોત,એક ઇજાગ્રસ્ત
  • મોડી રાત્રિના સમયે માનવ ભક્ષી દીપડાએ કર્યો હુમલો
  • દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મૂકે કાર્યવાહી કરી શરૂ

જૂનાગાઢ વિસાવદરમાં માનવભક્ષી  દીપડાના આતંકના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આ વિસ્તારમાં દીપડાનો આતંક પહેલાથી જ જોવા મળી રહ્યો છે, ગઇકાલે મોડી રાત્રે વિસાવદરના જાંબુડી ગામે દીપડાએ બે વ્યક્તિ પર જીવણેણ હુમલો કર્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે,આ ઘટનાની જાણ વન વિભાગને થતાં તે ઘટનાસ્થળે પહોચી હતી અને દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેય વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ જૂનાગઢના વિસાવદરમાં દીપડાનો આંતકની અવાર નવારના સમાચાર આવતા હોય છે, આ ઘટનાથી હાલ ગામના લોકોમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો ચે, ગામજનો ડરી ગયા છે.