સુરત/ અમરોલીમાં પાંચ વર્ષની બાળકી સાથે છેડતી કરનારને થઇ સજા

સુરત ના અમરોલી માં 2022 માં પાંચ વર્ષની બાળકી સાથે છેડતી કરનાર ઇસમને સુરત કોર્ટે 20.વર્ષ ની સાઈએ ફટકારી હતી..આ ઘટના માં બાળકી ની.જુબાની લેવાઈ હતી..તેમજ તે સમય ના મેડિકલ લક્ષી પુરાવા મહત્વના સાબિત થયા હતા જેથી આરોપી એ ગુનો આચાર્યો હોવાનું ફલિત થયું હતું..જે મામલે કોર્ટે 20 વર્ષ ની સજા ફટકારી હતી

Top Stories Gujarat Surat
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 02 03T203800.865 અમરોલીમાં પાંચ વર્ષની બાળકી સાથે છેડતી કરનારને થઇ સજા

સુરત શહેરના અમરોલીમાં પાંચ વર્ષની બાળકી સાથે છેડતી કરનાર આરોપીને કોર્ટે તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.આ કેસની વિગત મુજબ ૨૦૨૨માં અમરોલીમાં રહેતા પાંચ વર્ષની બાળકી તેની માતા સાથે અન્ય એક સંબંધીના ઘરે ગયા હતા ત્યારે ત્યાં પાડોશમાં રહેતા અને મુળ બિહારના ભભુવા જિલ્લાનો તેજ મહોલ્લામાં રહેતો અકબર ઉસ્માન રાયે બાળકીને અલગ રૂમમાં લઇ જઇને તેની છેડતી કરી હતી.

બાળકીએ રડતા રડતા ઘરે આવી અને માતાને સમગ્ર વાત કરી ત્યારે ઘટના બહાર આવી હતી. બાળકીને લઈને પરિવાર અકબર પાસે ગયો હતો અને ત્યાં જ પોલીસને બોલાવી લેતા પોલીસ પણ આવી પહોંચી હતી.

આ ઘટનામાં અકબરની સામે બળાત્કારનો ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલે દલીલો કરી આરોપીને વધુમાં વધુ સજા કરવામાં આવે તેમ જણાવ્યું હતું. જે સમયે ઘટના બની ત્યારે બાળકીને નાક તેમજ ગળા અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાના નિશાનો મળ્યા હતા.

તે બાબતે ચેકઅપ કરીને મેડીકલ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ પુરાવાથી બાળકીના પ્રાઈવેટ પાર્ટ સાથે છેડતી થઇ હોવાનું સાબિત થયું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી અકબરને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Sugar Sector/ખરાબ વાતાવરણે બાજી બગાડી, દક્ષિણ ગુજરાતમાં સુગર સેક્ટરને લાગશે ફટકો

આ પણ વાંચો:RTO-Blacklisted/RTOની ધમાચકડીઃ રાજ્યમાં નવ લાખથી વધુ વાહનો બ્લેકલિસ્ટ

આ પણ વાંચો:Heart Attack/વલસાડ : શહેરમાં એક કલાકમાં જ હાર્ટ અટેકથી 2ના મોત, હાર્ટએટેક બીમારી બની રહી છે જીવલેણ