Suicide/ ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલનાં 7માં માળેથી મારી મોતની છલાંગ

ભાર વિનાનાં ભણતરનાં ભારતમાં જોવાતા સપના આજે ફરી એક વખત ટુંટતા જોવામાં આવ્યા, જ્યારે વડોદરાની એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી પોતાનો જીવ દઇ દીધો.

Gujarat Vadodara
suicide ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલનાં 7માં માળેથી મારી મોતની છલાંગ

ભાર વિનાનાં ભણતરનાં ભારતમાં જોવાતા સપના આજે ફરી એક વખત ટુંટતા જોવામાં આવ્યા, જ્યારે વડોદરાની એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી પોતાનો જીવ દઇ દીધો. પ્રાપ્ત વિગતો મુજબ  વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામ ખાતે આવેલી સુમનદિપ વિદ્યાપીઠમાં ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી મેડિકલની સ્ટુડન્ટ શ્રૃતી નાયકે પોતાની જ ગર્લ્સ હોસ્ટેલના સાતમાં માળેથી કુદી પોતાનો જીવ આપી દીધોછે.

ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષીય શ્રૃતી સોમવારે કોલેજ શરૂ થતાં હાલમાં જ સુરતથી આવી હતી અને અગમ્ય કારણોસર વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના સાતમાં માળેથી કૂદી આપઘાત કર્યો છે.

shruti ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલનાં 7માં માળેથી મારી મોતની છલાંગ

સુમનદીપ વિદ્યાપીઠની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી શ્રૃતિ નાયકે સાતમાં માળેથી મોતની છલાંગ મારતા હોસ્ટલના નીચેથી પટકાવાનો અવાજ આવતા જ હોસ્ટેલમાં ચિફ વોર્ડન, સિક્યુરીટી તેમજ અન્ય સ્ટુડન્ટ્સ દોડી આવ્યા હતા. તેઓ શ્રૃતિને કેમ્પસની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, પરંતુ હોસ્પિટલના તબીબો તેણીને બચાવી શક્યા ન હતા.

ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, શ્રૃતી નાયકે કયા કારણો સર પોતાનો જીવ દીધો અને સુરતથી પાળપીયા હોસ્ટેલમાં આવી કેમ જીવ દીધો તેની પાછળનું કારણ હજુ અકડ હોય તમામ મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…