Viral Video/ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ગગનચુંબી ઈમારતોની વચ્ચેથી પસાર થયું વિમાન, વીડિયો જોઇને રહી જશો દંગ

વાયુસેનાના સી -17 કાર્ગો જેટ વિમાને ઉડાન ભરી હતી. આ દરમિયાન તેના કોકપિટના ફૂટેજે લોકોને અચંબિત કરી દીધા હતા. પાયલોટ જે પ્રમાણે વિમાન ઉડાવી…

Videos
વિમાન

વિમાનમાં બેસવું એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે અને વિમાનમાં બેસીને આકાશમાં મુસાફરીનું રોમાંચ પણ કંઇક અલગ જ હોય છે. જો કે વિમાનમાં સૌથી શ્રેષ્ઠ નજારો જે સ્થાનનો હોય છે, તે છે કોકપિટ, એટલે કે જ્યાં પાયલોટ બેસીને વિમાન આકાશમાં ઉડાવે છે. આ જ કોકપિટથી ગગનચુમ્બી બિલ્ડિંગ્સ વચ્ચે ઉડાન ભરનાર એક વિમાનનો વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેને જોઇને લોકોનો શ્વાસ પણ એક તબક્કે અટકી ગયો.

આ પણ વાંચો :હસી હસીને લોટપોટ થવું હોય, તો જુઓ આ કુંવારા ભાઈને મુકેલો લગ્નનો પ્રસ્તાવ

ડેલી મેલમાં પ્રકાશિત થયેલા સમાચારો મુજબ, ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આવેલી ઉંચી ઇમારતો વચ્ચેથી વાયુસેનાના સી -17 કાર્ગો જેટ વિમાને ઉડાન ભરી હતી. આ દરમિયાન તેના કોકપિટના ફૂટેજે લોકોને અચંબિત કરી દીધા હતા. પાયલોટ જે પ્રમાણે વિમાન ઉડાવી રહ્યો હતો તેને જોઇને સૌ કોઈ હેરાન હતા.

બતાવવામાં આવી રહ્યું છે કે, બોઇંગ સી-17એ ગ્લોબમાસ્ટર ૩ના આ વીડિયોને ગત ગુરુવારે અભ્યાસ દરમિયાન બનાવવામાં આવ્યો હતો, જેમાં આ વિમાન શહેરની વચ્ચેથી એકદમ ઓછી ઊંચાઈએથી ઉડાન ભરી રહ્યું હતું.

આ પણ વાંચો : બચપન કા પ્યાર બાદ સહદેવનો ડાન્સ વીડિયો વાયરલ, આ સોંગ પર લગાવ્યા ઠુમકા

વિમાનના કોકપિટમાંથી લેવામાં આવેલા વીડિયોથી સામે આવે છે કે, આ ઉડાન કેટલી દિલચસ્પ અને દિલધડક છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે કોકપિટમાં બેઠેલા પાયલોટને ઈમારતો, પુલો અને ઘરોથી સાવધાન રહેવાની ટ્રેનીંગ અપાઈ રહી છે.

એક રીપોર્ટના જણાવ્યા મુજબ, આ વિમાન વાર્ષિક સનસુપર રીવરફાયર કાર્યક્રમ માટે પૂર્વભ્યાસ કરી રહ્યો હતો, જે ત્રણ સપ્તાહના ૨૦૨૧ બ્રિસ્બેન મહોત્સવના સમાપનમાં શનિવાર રાતે કિન્સલેન્ડની રાજધાનીમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :પાપા ની પરી એ ચલાવી એવી સ્કૂટી કે લોકો બોલ્યા – પાપા ની પરી જમીન પર પડી