jamanagar/ જાણીતા મહિલા તબીબ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

જામનગરના જાણીતા મહિલા તબીબ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. સીટી બી ડીવીઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ જામનગરના રહેવાસી અને મજૂરી કામ કરતા હરીશ દલાભાઈ ભાટી પોતાના ઘરેથી દરબારગઢ પોતાની માતાને લેવા 8 વર્ષીય દિકરી કંચન સાથે જતા હતા

Gujarat Others
khurkha 5 જાણીતા મહિલા તબીબ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર 

જામનગરના જાણીતા મહિલા તબીબ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. સીટી બી ડીવીઝન પોલીસ મથકે મળતી માહિતી મુજબ જામનગરના રહેવાસી અને મજૂરી કામ કરતા હરીશ દલાભાઈ ભાટી પોતાના ઘરેથી દરબારગઢ પોતાની માતાને લેવા 8 વર્ષીય દિકરી કંચન સાથે જતા હતા ત્યારે જુના રેલ્વે સ્ટેશન પેટ્રોલપંપ પાસે પહોચતા પુરઝડપે એક મોટરકાર આવી અને ફરિયાદી હરીશભાઈ ની માસૂમ બાળકી ને અડફેટે લીધી હતી. બનાવ બનતા જ આસપાસ ના લોકો એકત્રિત થઈ ગયા હતા. જ્યારે કાર અકસ્માત સર્જી નાસી ગઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકી ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા જામનગર ના જાણીતા તબીબ ડો. ઇલાબેન પુનાતર પોતાની મોટરકાર જી.જે.10 AP 8285 ચલાવી રહ્યા હતા અને ફરીયાદી ની દિકરી કંચન ને પોતાની કાર પુરઝડપે બેફીકરાઇ થી ચલાવી અડફેટે લઇ કંચનને અડફેટે લીધી હોવાનું સામે આવ્યું હતું. માસૂમ બાળકી ને ડાબા પગના સાથળમાં તથા જમણા પગના સાથળમાં ઇજાઓ થઈ છે. જ્યારે અકસ્માત સર્જી કારચાલક મહિલા તબીબ નાશી ગયાની ફરિયાદ નોંધાઈ છે. ઇજાગ્રસ્ત બાળકી હાલ સારવાર અર્થે હોસ્પિટલ છે. બીજી બાજુ સીટી બી ડિવિઝન પોલીસે કારચાલક મહિલા તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.