Video/ દાહોદમાં PM બંદોબસ્તમાં આવેલ વાહનનો અકસ્માત, બે ફૂટ ઉંડા ખાડામાં પોલીસની ગાડી પલટી

છાપરી નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. છાપરી નજીકના રોડ પર પોલીસની ગાડી પલટી ખાઈ જતાં ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે.

Videos
અકસ્માત
  • દાહોદ: PM બંદોબસ્તમાં આવેલ વાહનને અકસ્માત
  • છાપરી નજીક રોડ પર વાહન દુર્ઘટનાગ્રસ્ત
  • પોલીસ વાહનનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત
  • પોલીસકર્મીઓને ઉતારી વાહન ફરી રહ્યું હતું પરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન સુરક્ષા બંદોબસ્ત માટેના એક વાહનને દાહોદમાં અકસ્માત થયો છે. બંદોબસ્તમાં તહેનાત સુરક્ષાકર્મીઓને ઉતારીને પરત ફરેલું વાહન છાપરી નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. છાપરી નજીકના રોડ પર પોલીસની ગાડી પલટી ખાઈ જતાં ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે. અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં દાહોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો:મેસરીયામાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વેવાઈએ વેવાઈને માર્યો માર