Loksabha Election 2024/ દરેક તબક્કાના મતદાન બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે, પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાની માગ

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, દેશભરમાં મતદાનના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી પંચે એક પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું નથી, જે……………..

Top Stories India Breaking News
Image 2024 05 11T205136.912 દરેક તબક્કાના મતદાન બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે, પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાની માગ

New Delhi News: પત્રકારોના સંગઠન પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ મતદારોને પારદર્શક ચૂંટણી પ્રણાલીમાં વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખીને માંગણી કરી છે કે લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાન પછી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે. દરેક તબક્કામાં પડેલા મતોની સંપૂર્ણ સંખ્યા અને મતદાનની ટકાવારી સહિતનો તમામ ડેટા બીજા દિવસે જાહેર થવો જોઈએ.

Attack on Caravan journalists: Press Club of India demands FIR, judicial  probe set up by Delhi govt | The Caravan

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, દેશભરમાં મતદાનના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી પંચે એક પણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું નથી, જે અત્યંત નિરાશાજનક છે. છેલ્લી 2019ની લોકસભા ચૂંટણી સુધી દરેક તબક્કામાં મતદાન બાદ પત્રકાર પરિષદ યોજવામાં આવતી હતી. ભારત વિશ્વના સૌથી મોટી લોકશાહીમાંનું એક છે અને લોકસભાની ચૂંટણીને ‘લોકશાહીનો સૌથી મોટો તહેવાર’ માનવામાં આવે છે. દેશના નાગરિકોને ભારતના ચૂંટણી પંચ પાસેથી મતદાનના દિવસે શું થયું તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.

પત્રકાર પરિષદમાં પત્રકારોને તેમના પ્રશ્નોના જવાબો મળે છે. વળી, જો કોઈ શંકા હોય તો તે પણ દૂર થઈ જાય છે. આ રીતે પત્રકારો તેમના વાચકોને ચૂંટણીની સચોટ માહિતી અને નવીનતમ માહિતી આપતા રહે છે. તેમજ ચૂંટણી કમિશનર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા મતદારો સાથે સીધી વાત પણ કરી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેચ દરમિયાન પ્રેક્ષકો વચ્ચેથી ગ્રાઉન્ડ પર ધસી જનારા યુવકની ધરપકડ

આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં ધો.10નું 74.57 ટકા પરિણામ