દારૂ પકડાયો/ પાટડી ખાતે પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ

ઠેર ઠેર થી દારૂના અનેક જથ્થાઓને જપ્ત કરવામાં આવ્યા છે.અત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં થી દારૂના અનેક જથ્થો મળી આવ્યા છે.

Top Stories Gujarat Others
દારૂ
  • પાટડી ખાતે પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ
  • પાટડી, બજાણા ઝીંઝુવાડા સહિતના પોલીસ મથક વિસ્તારમાં પકડાયેલ દારૂનો કરાયો નાશ
  • SDM, મામલતદાર,Dy.SP અને નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી રહ્યા ઉપસ્થિત

31મી ડીસેમ્બર નજીક આવતા પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. ઠેર ઠેર થી દારૂના અનેક જથ્થાઓને જપ્ત કરવામાં આવ્યા છે.અત્યારે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં થી દારૂના અનેક જથ્થો મળી આવ્યા છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડીવિઝન હેઠળ આવતા પાટડી,ઝીંઝુવાડા, બજાણા પોલીસ મથક વિસ્તારમાંથી લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, આ લાખો રૂપિયાના પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થાનો નાશ પાટડી-જેનાબાદ રોડ પર આવેલ ખરાબામાં કરવામાં આવ્યો હતો. જેમાં ધાંગધ્રા ડીવિઝન ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી,પાટડી નાયબ કલેકટર,મામલતદાર અને પાટડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર નિલેષ સુહાગીયા , બજાણા, ઝીંઝુવાડા પોલીસ મથકના પી.એસ.આઈ. સહિત પોલીસ જવાનના બંદોબસ્ત સાથે પરપ્રાંતિય વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: