Not Set/ મેકિઓનનો રહેવાશી ઘરે બેઠા કરોડપતિ બન્યો

લોટરીના જીતેલા પૈસાથી તે નવી પિકઅપ ટ્રક ખરીદશે અને વધેલા પૈસાને બેંકમાં રાખીને ફરવા જશે.

Lifestyle
lottery123 મેકિઓનનો રહેવાશી ઘરે બેઠા કરોડપતિ બન્યો

વિશ્વમાં એવી કોઇ વ્યક્તિ નહીં હોય જે એમના વિચારે કે મારે કરોડપતિ બનવું છે. પરંતુ દરેકના નશીબ જુદા-જુદા હોય છે, કોઇ જીવનભર મહેનત કરે છતા પૈસાની તંગી પુરી નથી થતી. અને ઘણા એવા નશીબદાર પણ હોય છે જેને કશુ જ કર્યા વગર કરોડો રૂપીયા મળી જાય છે. આવી જ એક વ્યક્તિ છે ઉત્તર કેરોલિનાના ડેવી ક્રૂમ. જે એક વાર નહીં પરંતુ બે વખત લોટરી જીતી કશુ જ કર્યા વીના કરોડપતિ બની ગયા.
નોર્થ કેરોલિનામાં મેકિઓનના રહેવાસી ડેવી ક્રૂમની સાથે જે થયું છે તે ખરેખર સપના જેવું છે. આ વ્યક્તિને 24 કલાક સુધી એ વાતની ખબર પણ નહોતી કે તે કરોડપતિ બની ગયો છે. છેલ્લા 7 વર્ષોમાં બે વખત તેને લોટરી લાગી અને મહેનત કર્યા વગર ઘરે બેઠા-બેઠા કરોડ રૂપિયા આવી ગયા.

લોટરી ગેમમાં પોતાની કિસ્મત અજમાવીને ડેવીએ બીજી વાર 100,000 ડોલર એટલે કે લગભગ 74,37,930 રૂપિયા જીત્યા છે, જે છેલ્લા સાત વર્ષમાં બીજી સૌથી મોટી લોટરી જીતનારમાં તેમનું નામ છે. ડેવી ક્રૂમે નોર્થ કેરોલિના એજ્યુકેશન લોટરીના અધિકારીઓને જણાવ્યું હતુ કે, તેણે રવિવારે મેરિયનમાં સુગર હિલ ફૂડ માર્ટમાંથી લોટરીની ટિકિટ ખરીદી હતી, પરંતુ તેને તરત રિઝલ્ટ ચેક ન કર્યું. ડેવી ક્રૂમે જણાવ્યું કે, હું બીજા દિવસે મારી ટિકિટ ચેક કરવા ગયો, હું સોમવાર સુધી નહોતો જાણતો કે હું રવિવારે ડ્રોમાં ઈનામની રકમ જીતી ગયો છું.

આ પહેલા ડેવી ક્રૂમે 16 ડિસેમ્બર 2014ના રોજ કેશ 5 ડ્રાઈંગ લોટરી જેકપોટમાં 90,58,654 રૂપિયા જીત્યો હતો. ડેવીએ લોટરી જીતતા એવી ઇચ્છા જાહેર કરી હતી કે, બીજી લોટરીના જીતેલા પૈસાથી તે નવી પિકઅપ ટ્રક ખરીદશે અને વધેલા પૈસાને બેંકમાં રાખીને ફરવા જશે. ઉલ્લેખનીય છે કે હાલમાં તેના ખાતામાં 1 કરોડથી વધારે રૂપિયા છે.