Beauty Tips/ ગરમીમાં રાખો અંડર આર્મ્સની વિશેષ સંભાળ

આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફક્ત ચહેરો જ નહી, શરીરના તમામ ભાગને સ્વચ્છ અને સુંદર રાખવા જરૂરી છે.

Fashion & Beauty Lifestyle
under arms ગરમીમાં રાખો અંડર આર્મ્સની વિશેષ સંભાળ

આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફક્ત ચહેરો જ નહી, શરીરના તમામ ભાગને સ્વચ્છ અને સુંદર રાખવા જરૂરી છે.  યુવતીઓ આ સિઝનમાં સ્લ્વિલેસ ટોપ, ડ્રેસ વધારે પસંદ કરે છે ત્યારે એ જરૂરી બની જાય છે કે તમારા અંડર આર્મ્સ ચોખ્ખા હોય અને તેમાં કાળાશ પણ ન હોય. યુવતીઓ માટે અંડર આર્મ્સની ચોખ્ખાઈ તથા તેની સુંદરતા જાળવી રાખવી તે માથાના દુખાવા જેવી બની જતી હોય છે. સ્લીવલેસ ડ્રેસ પહેરતી વખતે વેક્સિંગની સાથેસાથે એ ધ્યાન રાખવું જરૂરી છે કે  અંડર આર્મ્સમાં કાળાશ ન આવી ગઈ હોય.

ઘણી વાર યુવતીઓ વેક્સિંગ કરાવે છે તેમ છતાં કેટલીક વાર કાળાશ હટતી નથી. આ માટે કેટલાક જવાબદાર પરિબળો પણ જાણી લેવા જોઈએ.

ડીઓડરન્ટ તથા પર્ફ્યૂમ છાંટવાથી પણ અંડર આર્મસ કાળા પડી જતા હોય છે. એટલે જ્યારે આવી વસ્તુઓનો ઉપયોગ કરો ત્યારે તેને અંડર આર્મ્સથી દૂર રાખો.  તમે એન્ટિ ફંગલ પાઉડરનો ઉપયોગ કરી શકો છો.

અંડર આર્મ્સમાં શેવિંગ કરવાથી વાળની જાડાઈ તો વધે જ છે સાથે  સાથે તે ત્વચા પણ કાળી પડી જાય છે માટે  ત્યા વેક્સ કરાવવું હિતાવહ છે. વેક્સ કરાવવાને લીધે મૃત ત્વચા પણ નીકળી જતા ત્વચાનો રંગ ઉઘડશે.

બગલની અંદર ત્વચાના ઘણા મૃતકોષો હોય છે માટે તેની સ્વચ્છતા અગત્યની છે. માટે બફારા તથા ભેજ દરમિયાન એ મહત્વનું છે કે થોડા ખુલ્લા પોશાક પહેરો જેથી  ત્વચાને ચોખ્ખી હવા મળી શકે. મળે.

અંડર આર્મ્સમાં હેર રિમૂવલ ક્રીમનો વધારે પડતો ઉપયોગ પણ કાળાશ અને ચેપનું કારણ બને છે.

વધારે પડતો પરસેવો પણ અંડર આમર્સ કાળા પડવાનું કારણ બને છે.

આ ઉપરાંત કાળાશ દૂર કરવા દહીં અને લીબુંનો ઘરગથ્થું નુસખો પણ અપનાવી શકો છો. દહીંમાં લીબું મિક્સ કરીને અંડર આર્મ્સમાં  લગાવીને થોડી વાર રહેવા દેવું. ત્યાર બાદ પાણીથી એ ભાગ ધોઈ નાખવો.

આ ઉપરાતં ચણાના લોટમાં બેકિંગ પાઉડર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવીને પણ અંડર આર્મ્સમાં લગાવી શકાય.

અંડર આર્મ્સની કાળાશને દૂર કરવાના એકમાત્ર નિવારણ રૂપે તમે લેસર હેર રિમૂવરનો ઉપાય પણ અજમાવી શકો.

આ પણ વાંચો: સેક્સ લાઈફ બનશે રસપ્રદ જો અપનાવશો આ સ્ટેપ

આ પણ વાંચો: અઠવાડિયાના આ દિવસે લોકોને સૌથી વધુ આવે છે હાર્ટ એટેક, સંશોધનમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો:સેક્સ પહેલા પાર્ટનર સાથે મળીને પોર્ન જોવાના છે ઘણા ફાયદાઓ

આ પણ વાંચો:જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સાંજ વિતાવવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

આ પણ વાંચો:કેરી ખાવાથી પણ ઘટાડી શકાય છે વજન, જાણો ખાવાની સાચી રીત