Food/ ચટપટી દાબેલી, મજેદાર ઈતિહાસ..!! માંડવીમાં શોધાઇ કચ્છની પ્રખ્યાત દાબેલી

ચટપટી દાબેલી, મજેદાર ઈતિહાસ..!! માંડવીમાં શોધાઇ કચ્છની પ્રખ્યાત દાબેલી

Food Lifestyle
dabeli ચટપટી દાબેલી, મજેદાર ઈતિહાસ..!! માંડવીમાં શોધાઇ કચ્છની પ્રખ્યાત દાબેલી

@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ

આપણે બધા આજે હોંશભેર કેએફસી અને મેકડોનાલ્સ જેવા મોંઘા સ્ટોરમાં ચટપટી વાનગીઓ આરોગતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વાનગીઓની મુળમાં છુપાયેલી છે દાબેલી. આખરે દાબેલીનો આવિષ્કાર કોણે કર્યો અને ક્યાં કર્યો તો આજે તમને વડાપાઉં, બર્ગરના જમાનામાં જણાવીશું કે કોણે કર્યો છે દાબેલીનો આવિષ્કાર….

Famous Kutchi Dabeli in Kutch Gujarat | In Gujarat

  • શું તમે જાણો છો કોણે શોધી દાબેલી ?
  • રાજ્યના ક્યા ભાગમાં સૌથી પહેલી દાબેલી બનાવાઇ ?
  • ચટપટી દાબેલીનો મજેદાર છે ઇતિહાસ

આઝાદી બાદ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે એક સિંધી પરિવારે કચ્છના માંડવી બંદરે આવી પરિવાર સાથે વસવાટ કર્યો. તેમણે જીવન પસાર કરવા માંડવીના સાંજીપડી વિસ્તારમાં બેકરીની શરૂઆત કરી હતી. રમુજી અને ખાવાપીવાના શોખીન સ્વભાવવાળા રૂપન ભાટીયાને તેમના મિત્રો રૂપન શેઠના નામે સંબોધતા. આ દરમ્યાન માંડવીમાં મોહનભાઈ બાવાજીનું મસાલાવાળા બટાકાનું શાક ખુબ જ પ્રખ્યાત હતું. રૂપન શેઠ અને મોહન બાવાજી સારા મિત્રો હતા. રૂપન શેઠને બેકરીના ધંધામાં વધુ નફો ન થતાં શેઠે અને મોહન બાવાજીએ નક્કી કર્યુ કે બેકરીના પાઉં અને બટાકાનું શાક સાથે વેચીએ. આ વાનગીને લોક પ્રતિસાદ સારો મળતા દાબેલી નામ આપવામાં આવ્યું અને આ રીતે દાબેલીનો થયો આવિષ્કાર.

Kutch Famous Dabeli - Zayka Ka Tadka

  • વાનગીના શોખીનો નહીં જાણતા હોય દાબેલીનો ઇતિહાસ
  • રૂપન ભાટીયાએ કરી દાબેલીની શોધ
  • મિત્ર મોહન બાવાજીએ શેઠને આપ્યો સહકાર
  • રૂપન શેઠ અને મોહન બાવાજીના મૈત્રિનું પ્રતિક છે દાબેલી
  • રૂપન શેઠની ત્રીજી પેઢી પણ બેકરીના વ્યવસાયમાં

આજે પણ રૂપન શેઠ ભાટીયાના મોટા દીકરા દિલીપભાઈના દિકરા વિજયભાઈ નલિયામાં બેકરીનો વ્યવસાય કરી રહ્યાં છે. આમ રૂપન શેઠની ત્રીજી પેઢી પણ બેકરીના વ્યવસાય સાથે જોડાયેલી છે અને પ્રતિષ્ઠા પણ મેળવી છે. મોહન બાવાનું દેહાંત થોડા વર્ષો પહેલા થઈ ગયુ. પરંતુ આજે પણ આ મિત્રોના મૈત્રીભર્યા સહકારવાળી દાબેલી માંડવીમાં જગવિખ્યાત છે. આ ચટપટી દાબેલીની કચ્છમાં બોલબાલા છે.

  • 10 પૈસાથી શરૂ થયો હતો દાબેલીનો વ્યવસાય
  • આજ 10 રૂપિયામાં થાય છે એક દાબેલીનું વેચાણ 

એક મિત્રની બનાવટ પાઉં છે તો જ્યારે બીજા મિત્રની બનાવટ ચટાકેદાર બટાકાનું શાક છે. જેના કારણે દાબેલી મિત્રતાનું પ્રતિક બની છે. 10 પૈસાથી દાબેલીનો વેપાર શરૂ થયો, જે આજે 10 રૂપિયામાં વેચાય છે. જેની કિંમત રૂ. 100 પહોંચી છે. વ્યક્તિએ દાબેલીની શોધ કરી તેના વ્યવસાય પર આજે હજારો લોકો રોજગારી મેળવી કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યાં છે.
TravelLust: Top 5 Street foods to try in Bhuj-Kutch

રૂપન શેઠ અને મોહન બાવાજી એક સારા મિત્ર થતા હોઈ બાવાજી એ જણાવ્યુ કે રૂપન હમણાં તો ધંધામાં કોઈ મજા જેવી વસ્તુ રહી નથી હવે કંઈક નવી વાનગી બનાવી વેચાણ કરૂ તેવું વિચારું છું તારા મગજ માં કોઈ નવીન વાનગી સુજેતો મને કહેજો તો કંઈક નવું વિચારશું આમ કહી મોહન બાવાજી ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ બેકરી પર વધુ કામ હોવાના કારણે રૂપન શેઠ જમવા માટે ઘેર ન પહોંચી શક્યા જેથી મિત્ર મોહન બાવાજીના બટાકા મંગાવી અને પોતાની બેકરીમાં બનાવેલા પાવ ને કાપી અને વચ્ચે બટાકા ભરી ને પાવ સાથે ખાતા હતા ત્યારે બહુ જ સ્વાદિષ્ટ સ્વાદ આવતા તરતજ રૂપન શેઠના મન માં મોહન બાવાજીની નવીન વાનગી વાળી વાત યાદ આવતા તરત જ તેણે બેકરીમાં કામ કરતા માણસ ને કહ્યું કે મોહન બાવાજીને સમાચાર આપ રૂપન શેઠ યાદ કરે છે અને બેકરી આવી તમે મળી જજો મોહન બાવાજી બેકરી પર આવતા શેઠે તેમને બટાટા સાથે નો પાઉં ખવડાવતા મોહન બાવાજી ને નવા સ્વાદ ની અનુભુતી થતા હર્ષ સાથે આશ્ચર્ય પામ્યા હતા અને બંને મિત્રોએ એવું નક્કી કર્યું કે બૅકરી ના પાઉં અને બટેકા નો શાક સાથે વેચીએ લોકોએ આ વાનગીને સારો પ્રતિસાદ આપતા દાબેલી નામ આપવામાં આવ્યું,જેથી દાબેલીની શોધ માંડવી નગરમાં થઈ છે,

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…