Porbandar News/ પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો…

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા. આજે જે ભારતનો જે નકશો છે તેના સાચા શિલ્પીકાર સરદાર સાહેબ છે…

Gujarat Others

Porbandar News: ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ (Rastriya Ekta Diwas) તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર પોરબંદર જિલ્લા (Porbandar)માં તેમજ શહેર કક્ષાએ ‘રન ફોર યુનિટી’નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ,વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhvadiya)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા; તેમણે પૂજ્ય બાપુની આગેવાનીમાં સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું : કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા

કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) મહાન વિભૂતિ હતા. તેમણે પૂજ્ય બાપુ (Gandhiji)ની આગેવાની હેઠળ સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યું હતું. દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સરદાર સાહેબે દેશી રજવાડાઓને એકસાથે જોડવાનો ઐતિહાસિક કાર્ય કર્યું હતું.

[fvplayer id=”216″]

ભારતના સાચા શિલ્પીકાર સરદાર સાહેબ

સરદાર સાહેબે અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અને તેમને મળેલી જવાબદારીઓ તેમણે સુપેરે નિભાવી હતી આજે જે ભારત (India)નો જે નકશો છે તેના સાચા શિલ્પીકાર સરદાર સાહેબ છે.

મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સરદાર સાહેબના વિચારોને આત્મસાત કરીને દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિએ પોતાના કૌશલ્ય વિકાસ કરીને રાષ્ટ્ર માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

નગરજનોએ ‘રન ફોર યુનિટી’માં જોડાઈને દેશની એકતા માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

‘રન ફોર યુનિટી’ (Run For Unity)નું આયોજન ‘ધી દુલિપ સ્કૂલ ઓફ ક્રિકેટ’થી શરૂ થઈ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, રામ ગેસ્ટ હાઉસ, ભાવેશ્વર મંદિર, સત્યનારાયણ મંદિર, ફ્રેન્ડ્સ પેટ્રોલપંપ, એમ.જી. રોડ, હાર્મની સર્કલ, યુગાન્ડા રોડ, સરદાર પટેલ ચોક રેલ્વે સ્ટેશન સર્કલ સુધી યોજાઈ હતી.અને રેલ્વે સ્ટેશન સર્કલ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને જિલ્લા રમત ગમત અધિકારી મનીષ જીલડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, વ્હીલ ચેર ક્રિકેટર ભીમા ખુટી,અગ્રણી અલ્પેશ મોઢા,સામત ઓડેદરા તથા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાયા હતાં અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના સંકલ્પ સાથે ‘એકતા શપથ’ લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાતો રાષ્ટ્રીય એકતા દિવસ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સમરસતાના સંકલ્પને પુનઃપ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે મંત્રી સહિત નગરજનોએ ‘રન ફોર યુનિટી’માં જોડાઈને દેશની એકતા માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

આ પણ વાંચો:મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM મોદીને મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલના ‘ત્રિવેણી સંગમ’ ગણાવ્યા

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન