નવરાત્રિ/ ચોટીલામાં નવરાત્રીના અંતિમ દિવસોમાં માઈભક્તોનો ધસારો

ગરબા રમવાની સાથે નવરાત્રીમાં ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવાનું પણ એક અલગ જ મહાતમ્ય છે. ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ચોટિલા મંદિરે આ વખતની નવરાત્રીમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.

Gujarat Others Navratri 2022
p5 2 ચોટીલામાં નવરાત્રીના અંતિમ દિવસોમાં માઈભક્તોનો ધસારો

શકિતની ભકિતના પર્વ નવરાત્રીના અંતિમ દિવસોમાં એકબાજુ માઈભકતોની ભકિત અને આસ્થા ચરમસીમાએ પહોંચી છે. તો રાસ-ગરબાના ખેલૈયાઓનો ઉત્સાહ અને ઉમંગ પણ બેવડાયો છે. ત્યારે ચોટીલામા નવરાત્રીના આઠમના દિવસે હવન કરી ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

म3 ચોટીલામાં નવરાત્રીના અંતિમ દિવસોમાં માઈભક્તોનો ધસારો

  • નવરાત્રીના અંતિમ દિવસોમાં મંદિરે માઈભક્તોનો ધસારો
  • ચોટીલામા નવરાત્રીના આઠમના દિવસે હવનનું આયોજન
  • આઠમના દિવસે મહાપ્રસાદનું આયોજન
  • નવરાત્રીમાં માતાજીના દર્શનનું અલગ જ મહત્વ
  • મંદિરો અને પરિસરમાં ભક્તો દ્વારા શણગાર કરાયો

ગરબા રમવાની સાથે નવરાત્રીમાં ધાર્મિક સ્થળો પર દર્શન કરવા જવાનું પણ એક અલગ જ મહાતમ્ય છે. ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ચોટિલા મંદિરે આ વખતની નવરાત્રીમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. મંદિરો અને પરિસરમાં ભક્તો દ્વારા શણગાર કરવામાં આવે છે, અને નવરાત્રિમાં માઇ ભક્તો દર્શને આવતા હોય છે અને વિવિધ રીતે પૂજન અનુષ્ઠાન કરતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલામાં આવેલ “માં ચામુંડા માતા”ના મંદિરે નવરાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે. અને માતાજીના દર્શન કરે છે અને નવરાત્રિના સમયમાં મોટી સંખ્યામાં લોકો અહીં દર્શને આવતા હોય છે.

સી1 ચોટીલામાં નવરાત્રીના અંતિમ દિવસોમાં માઈભક્તોનો ધસારો

નવરાત્રિ દરમિયાન માતાજીના રોજે રોજ સવાર-સાંજ વિવિધ શણગાર કરવામાં આવે છે. તેમ જ આઠમના દિવસે મહંત પરિવાર દ્વારા માતાજીનો હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ અહીં દર્શનાર્થે આવતા ભક્તોની વ્યવસ્થા જળવાઇ રહે એવું સુંદર આયોજન મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યુ છે. નવરાત્રિના સમયમાં મંદિરમાં આરતીનો સમય વહેલી સવારે તેમજ સાંજે સુર્યાસ્ત બાદ કરવા આવ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં માઇ ભકતો જોડાઈ આરતીનો લ્હાવો લઈને ધન્યતાની અનુભુતી કરી હતી.

म2 ચોટીલામાં નવરાત્રીના અંતિમ દિવસોમાં માઈભક્તોનો ધસારો

આઠમું નોરતું લોહિયાળ/ જૂનાગઢમાં સામાન્ય બોલાચાલીમાં યુવકને બીજેપી કોપોરેટરના પુત્રે ઉતાર્યો મોતને ઘાટ