Interesting/ ટોયલેટમાં છુપાયેલા સાપે શખ્સનાં પ્રાઈવેટ પાર્ટ પર ડંખ માર્યો અને પછી…

સાપને જોઇને ભલ ભલા પહેલવાનોનાં હોશ ઉડી જતા હોય છે. આ એક એવુ જાનવર છે જે સામે આવી જાય તો લોકોનાં રૂંવાટા ઉભા થઇ જતા હોય છે. કલ્પના કરો, કે આ સાપ તમારા ઘરમાં આવી જાય તો?

Ajab Gajab News
11 174 ટોયલેટમાં છુપાયેલા સાપે શખ્સનાં પ્રાઈવેટ પાર્ટ પર ડંખ માર્યો અને પછી...

સાપને જોઇને ભલ ભલા પહેલવાનોનાં હોશ ઉડી જતા હોય છે. આ એક એવુ જાનવર છે જે સામે આવી જાય તો લોકોનાં રૂંવાટા ઉભા થઇ જતા હોય છે. કલ્પના કરો, કે આ સાપ તમારા ઘરમાં આવી જાય તો? એટલુ જ નહી સાપ તમારા ટોયલેટમાં હોય તો? ત્યારે તમારુ પહેલુ રિએક્ટ શું હશે? તમને વિચારતા હશો કે આ સવાલો કેમ કરવામા આવી રહ્યા છે, તો આપને જણાવી દઇએ કે અમે આ સવાલો એટલી કરી રહ્યા છીએ કારણ કે એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક શખ્સનાં ઘરનાં ટોયલેટમાં સાપ હોવાનુ સામે આવ્યુ છે.

11 175 ટોયલેટમાં છુપાયેલા સાપે શખ્સનાં પ્રાઈવેટ પાર્ટ પર ડંખ માર્યો અને પછી...

મહામારીનો મહાભરડો / ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકથી ફેલાયો ડરનો માહોલ

સાપ ખૂબ જ જોખમી જીવ હોય છે. તે ઝેરી હોય કે નહીં, પણ તેને જોઈને ડર લાગવો સ્વાભાવિક છે. લોકો સાપથી દૂર રહેવાનો પ્રયાસ કરતા હોય છે, આવધુ સારું છે. આવી સ્થિતિમાં, ફક્ત તે જ વ્યક્તિ વિશે વિચારો જે વહેલી સવારે બાથરૂમમાં ગયો છે અને તે વ્યક્તિને ખ્યાલ પણ નથી કે ખતરનાક સાપ તેની શૌચાલયની બેઠકની નીચે છુપાયો છે, તે કેટલુ ભયાનક હશે, તે વિચારેને પણ રૂવાંટા ઉભા થઇ જાય છે. કલ્પના કરો કે, જો તમે સવારે ટોયલેટમાં જાવ છો અને તમને સીટ પર કોઈ ઝેરી સાપ દેખાય છે, તો તમારી સ્થિતિ શું હશે? એક આવો જ કિસ્સો ઓસ્ટ્રિયાથી સામે આવ્યો છે, જેમા એક શખ્સને વહેલી સવારે શૌચાલયમાં જવું ત્યારે મોંઘું પડ્યુ જ્યારે સાપે તેને તેના ખાનગી ભાગમાં ડંખ માર્યો.

11 176 ટોયલેટમાં છુપાયેલા સાપે શખ્સનાં પ્રાઈવેટ પાર્ટ પર ડંખ માર્યો અને પછી...

Interesting / ગરીબીની ખટાસ દૂર કરવા કેરી વેચતી બાળકીને અચાનક જ મળી સહાનુભૂતિની મિઠાસ, 1 કેરી 10 હજારમાં વેચાઈ…

તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેણે ઘરમાં 11 સાપ રાખેલા હતા. જેમાં એક સાપ ગટરનાં પાઈપમાંથી બહાર આવ્યો હતો અને બાજુમાં પડોશીનાં ઘરનાં ટોયલેટમાં આવી ગયો હતો. આ ભયાનક કિસ્સો ઓસ્ટ્રિયાથી સામે આવ્યો છે. અહીં એક સાપ સવારે શૌચાલયમાં આવી ગયો હતો અને તેણે આ વ્યક્તિનાં ખાનગી ભાગમાં ડંખ માર્યો હતો. આ સાપ તેના પડોશીનાં ઘરથી ભાગીને વ્યક્તિનાં બાથરૂમમાં આવી ગયો હતો. આ માણસને આની જાણ પણ નહોતી. આવી સ્થિતિમાં, અચાનક સાપે વ્યક્તિનાં ગુપ્તાંગમાં ડંખ માર્યો હતો. તે વ્યક્તિ તુરંત જ ઉભો થયો અને જોયું કે શૌચાલયની બેઠકની નીચે એક સાપ છે. આ 65 વર્ષીય વ્યક્તિની ઓળખ જાહેર થઈ નથી પરંતુ અહેવાલો મુજબ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

11 177 ટોયલેટમાં છુપાયેલા સાપે શખ્સનાં પ્રાઈવેટ પાર્ટ પર ડંખ માર્યો અને પછી...

મોદી કેબિનેટના વિસ્તરણ / આજે સાંજે 6 વાગે થશે નવા મંત્રીઓના શપથ ગ્રહણ, PM મોદીને મળવા પહોંચ્યા નેતા

મેઇલ ઓનલાઇનમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ વ્યક્તિને ખાનગી ભાગમાં ડંખ માર્યા બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં તળિયે એક નાનો દાંત દેખાયો હતો. સાપ ઝેરી નહોતો પણ તેના દાંત તીક્ષ્ણ હતા. આવી સ્થિતિમાં તેણે દાંત ચોટાડી દીધા હતા. ડોકટરની તપાસમાં જોવામાં આવ્યુ કે શું તેને ચેપ છે કે નહીં. જો કે. તેના કોઈ નિશાન દેખાયા ન હોતા. આ વ્યક્તિને ફક્ત નીચે તીવ્ર પીડા થઈ રહી હતી, જેના માટે તેને પછીથી દવાઓ આપવામાં આવી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા પછી તુરંત જ ઇમરજન્સી સર્વિસને કોલ આવ્યો. ત્યાંથી સાપ પકડવાના નિષ્ણાંતો આવ્યા અને તેઓ ટોયલેટ સીટમાં છુપાયેલા સાપને બહાર કાઠ્યા. આ સાપ માણસનાં પાડોશીનું પાલતુ હતુ. ટીમે તે સાપને તેના માલિકને આપ્યું. આ સાપ સિવાય વ્યક્તિએ 11 અન્ય સાપ પણ રાખ્યા છે. જો કે, આમાંથી કોઈ પણ ઝેરી નથી પરંતુ તે બધા જોખમી તો ખરા. આવી સ્થિતિમાં, વ્યક્તિને તેમને યોગ્ય રીતે બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. સાપનાં માલિકે મીડિયાને કહ્યું કે, તેને ખ્યાલ નથી કે તેનો સાપ ક્યારે બહાર નિકળી ગયો. જો તેની જાણ હોત, તો તેણે લોકોને પહેલાથી જ ચેતવણી આપી હોત.