બોગસ ડોકટર/ રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બોગસ ડૉકટરને પકડયો

બોગસ ડોકટર પકડાયો

Gujarat
bogus રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બોગસ ડૉકટરને પકડયો

કોરોના મહામારીમાં મોતના સોદાગરો આજેપણ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાં છે. જેમાં કોરોના બીમારીના લીધે લોકો દહેશતમાં છે ત્યારે  લોકોની સ્વાસ્થ સાથે બોગસ ડોકટર ખેલી રહ્યા છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બોગસ તબીબની ધરપકડ કરી લીધા છે.

  રાજકોટના મોરબી રોડ પર આવેલા જકાતનાકા નજીક દવાખાનું  ખોલીને આ બોગસ ડૉક્ટર  લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો હતો. જેને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર  પાસેથી ઇન્જેક્શન, મેડિકલના સાધનો તેમજ દવાઓનો જથ્થો રાજકોટ પોલીસે કબ્જે કર્યો છે. તેમજ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
બાતમીના આધારે મોરબી રોડ પર રઘુવંશી ક્લિનિક નામનું ખાનગી દવાખાનું ચલાવતા બોગસ ડૉક્ટર હિરેન કાનાબાર નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ બોગસ ડૉક્ટર  માત્ર 10 ધોરણ પાસ છે. આ અગાઉ તે વિવિધ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી ચૂક્યો છે. જે રાજકોટમાં મોરબી રોડ પર છેલ્લા 2 વર્ષથી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો હતો. જેને રાજકોટ એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.