Morbi/ મોરબી દુર્ઘટનાને લઈને બીજી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર

મોરબી દુર્ઘટના પર રાજભવન ખાતે PM મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઇ હતી. ગાંધીનગરની આ બેઠકમાં તમામને મદદ પહોંચાડવા PM મોદીએ ભાર મુક્યો હતો. વધુમાં આવતીકાલે PM મોદી મોરબીની મુલાકાતે જશે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઇને બીજી નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
Morbi meeting મોરબી દુર્ઘટનાને લઈને બીજી નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર
  • વડાપ્રધાન સાથેની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો
  • મોરબીની ઘટનાના પગલે પીએમ અત્યંત ભાવુક થયા

મોરબી દુર્ઘટના પર રાજભવન ખાતે PM મોદીની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઇ હતી. ગાંધીનગરની આ બેઠકમાં તમામને મદદ પહોંચાડવા PM મોદીએ ભાર મુક્યો હતો. વધુમાં આવતીકાલે PM મોદી મોરબીની મુલાકાતે જશે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઇને બીજી નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે PM મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં થયેલ દુર્ઘટને લઇને નરેન્દ્ર મોદી સતત અપડેટ મેળવી રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોનું મુહૂર્ત કર્યું હતું. આ વેળાએ નરેન્દ્ર મોદી મોરબીની ઘટનાને લઇને ભાવુક થયા હતા.

તેમણે જણાવ્યું કે આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે અને દેશવાસીઓ પણ ખૂબ દુ:ખી થયા છે. દુ:ખની ઘડીમાં સૌની સંવેદના પીડિત પરિવારની સાથે છે, વધુમાં વધુમાં એકતાનગરના કાર્યક્રમ પણ PM મોદી મોરબીની ઘટનાને પગલે ભાવુક થયા હતા.

તેમણે જણાવ્યું હતું કે હું એકતાનગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે. વધુમાં તેમણે કહ્યું કે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે.