દુર્ઘટના/ ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, એકનું મોત

ભાદેવાની શેરીમાં વહેલી સવારે જર્જરીત મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા હતા. જેમાં 1 વ્યક્તિનું મોત, 3 ઇજાગ્રસ્ત થયા છે.

Gujarat Others
મકાન ધરાશાયી
  • ભાવનગરમાં 3 માળનું મકાન ધરાશાયી
  • ભાદેવાની શેરીમાં જર્જરીત મકાન ધરાશાયી
  • મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા
  • 1 વ્યક્તિનું મોત, 3 ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા

ભાવનગરમાં 3 માળનું મકાન ધરાશાયી થયુ છે. ભાદેવાની શેરીમાં વહેલી સવારે જર્જરીત મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી થતા 4 લોકો દટાયા હતા. જેમાં 1 વ્યક્તિનું મોત, 3 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા છે. ભાવનગર શહેરના મુખ્ય સોની બજાર વિસ્તારમાં 3 માળનું હિંમત રામજી રાજપુરાનું મકાન વહેલી સવારે 5.40 થી 6.45 વચ્ચે ધરાશાયી થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર વિભાગે વહેલી સવારે રેસ્ક્યુ કરીને બચાવ કામગીરી આરંભી હતી. બનાવને લઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

આ પણ વાંચો :ધ્રાંગધ્રાનાં પૂર્વ MLA અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું નિધન

ઈમારત ધરાશાયી થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં તેમજ સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે તાત્કાલિક 108 અને ફાયર વિભાગને જાણ કરાતા તુરંત ફાયરના જવાનો અને 108 મદદે દોડી આવી હતી. બાદમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે તુરંત આવી પહોંચી હતી અને બચાવ કામગીરી અડચણ રૂપ થતા લોકોને દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, શહેર હલુરીયા ચોક દિવાનપરા રોડ પાસે ગૌરી ફળિયુ છગન ડાયાની ડેલી પાસે આજે વહેલી સવારે 5:40 કલાકે ફોન આવ્યો હતો કે એક મકાન પડ્યું છે, હિંમતભાઈ રામજીભાઈ રાજપુરાની માલિકીનું ઘર છે. ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી જઈ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફ 1 કલાકની જહેમત બાદ 4માંથી ત્રણને બચાવ્યા હતા, જ્યારે એક માહિલનું મોત થયું હતું.

આ પણ વાંચો :બજરંગ દળના કાર્યકરોએ રેસ્ટોરન્ટમાં ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર સળગાવ્યા 

a 69 5 ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, એકનું મોત

રિદ્ધિબેન મિતભાઈ(માધવ) રાજપુર આ.ઉ.મ.20 નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ત્રણ ઇજા ગ્રસ્તોને સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં દીપકભાઈ હિમતભાઈ રાજપુરા આશેર ઉ.મ.52 તથા તેના પત્ની નયનાબેન હિમતભાઈ આ.ઉ.મ.50 તથા મિતભાઈ( માધવભાઈ) રાજપુરા આ.ઉ.મ.25 તમામ ને 108 મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું, કોરોનાથી 10 હજારથી વધુના મોત..!!

આ પણ વાંચો :દેવગઢબારિયામાં સામાજિક પ્રસંગમાં જમણવાર બાદ 5 લોકોના મોત

આ પણ વાંચો : ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયા : યુવરાજસિંહ જાડેજાનો આરોપ