Gandhinagar News/ રાજ્યના P.H.C. માં મેડિકલ ઓફિસર વર્ગ-2ની કુલ 84.96 % અને C.H.C. માં 76.75% જગ્યા ભરાઈ; આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના C.H.C. માં પેરામિડકલની 74.45% અને P.H.C.માં 87.54% જગ્યાઓ કાયમી તથા આઉટસોર્સીંગ થી ભરાયેલી છે. નવા ટેન્ડર પ્રમાણે હાલ કુલ-25 એજન્સીઓ રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં મેન પાવર ઉપલબ્ધ કરાવી રહી છે.

Gujarat Gandhinagar
Yogesh Work 2025 03 11T162738.736 રાજ્યના P.H.C. માં મેડિકલ ઓફિસર વર્ગ-2ની કુલ 84.96 % અને C.H.C. માં 76.75% જગ્યા ભરાઈ; આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

Gandhinagar News : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના P.H.C. અને C.H.C. માં આઉટસોર્સીંગ સેવાઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને ઉત્તમ, શ્રેષ્ઠ અને સઘન સારવાર મળી રહે તે માટે ખાલી જગ્યાઓએ આઉટસોર્સીંગ દ્વારા પણ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા નિયમિત ઘોરણે વર્ગ-1 થી વર્ગ-3 સુધીના વિવિધ સંવર્ગની ભરતી કરવામાં આવે છે. કેટલાક કિસ્સોમાં ખાલી જગ્યાઓની સામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આઉટસોર્સીંગ દ્વારા પણ મેનપાવર ઉપલબ્ધ કરવામાં આવે છે.

રાજ્યના 355 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 ના મંજૂર કુલ મહેકમ – 1456 ની સામે 1236 એટલે કે 84.96 % અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 (M.O.) ના મંજુર મહેકમ 2099 ની સામે 1611 એટલે કે 76.75 % ભરાયેલ છે. C.H.C. માં પેરામેડિકલ, વહીવટી વર્ગ – 3 અને ડ્રાઇવર તેમજ વર્ગ – 4 ના કુલ મંજુર મહેકમ 8698 ની સામે કુલ – 6439 હાલ એટલે કે 74.03 % કાયમી તેમજ આઉટસોર્સીંગથી ભરાયેલ છે. P.H.C.માં પેરામેડિકલ, વહીવટી વર્ગ- 3 અને ડ્રાઇવર તેમજ વર્ગ-4 ના કુલ મંજુર મહેકમ 11,678ની સામે કુલ – 7773 હાલ એટલે કે 66.56 % કાયમી ભરતી તેમજ આઉટસોર્સીંગથી ભરાયેલ છે.

વધુંમા તેમણે કહ્યું કે, પેરામેડીકલ (લેબ.ટેક, ફાર્માસિસ્ટ, એક્ષ-રે ટેક્નિશિયન, ફીજીયોથેરાપિસ્ટ, સ્ટાફનર્સ વિગેરે) તથા વહીવટી સ્ટાફ (ડ્રાઇવર, ક્લાર્ક) વર્ગ-૩ના કર્મચારીઓની જરૂર જણાયે આઉટસોર્સિંગ સેવાઓ લેવામાં આવે છે. તેમજ વર્ગ-4 (સ્વીપર, વોર્ડબોય, આયા, પટાવાળા, વોચમેન, સિક્યુરીટી, ડ્રેસર વિગેરે) મેનપાવર આઉટસોર્સીગ સેવાઓ દ્વારા લેવામાં આવે છે. જેના માટે વર્ષ 2014-15માં જે ટેન્ડર પ્રક્રીયા કરી હતી તેને તા. 31-10-2023 સુધી મુદત વધારો કરાયો હતો. જેમાં સમગ્ર રાજ્યમાં કુલ-5 એજન્સી હતી.

દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનાવેલ કમિટી દ્વારા મેડીકલ કોલેજ હોસ્પિટલ, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, જીએમઇઆરએસ હોસ્પિટલ અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાનની કમિટી દ્વારા પેટાકેન્દ્ર, પ્રા.આ.કેન્દ્રો, સા.આ.કેન્દ્રો સહિત શહેરી આરોગ્ય કેન્દ્રો (નગરપાલિકા) માટે આઉટસોર્સીંગ દ્વારા માનવબળ પુરૂ પાડવામાં આવે છે.

વર્ષ-2023માં જિલ્લા દિઠ કુલ-2 પ્રમાણે કુલ-66 નવા ટેન્ડર GEM મારફત મંગાવવામાં આવ્યા. મંજુર મહેકમની 105 કેડર વાઇસ ભાવો નક્કી કરી ફક્ત સર્વિસ ચાર્જ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. GEM દ્વારા સીસ્ટમ સિલેક્ટેડ થયેલ L-1ને તા.01-11-2023થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની મુદ્દત તા.31-10-2025 સુધી મુદત વધારી છે. નવા ટેન્ડર મુજબ રાજ્યમાં કુલ-25 એજન્સીઓ આરોગ્ય સંસ્થાઓમાં મેન પાવર ઉપલબ્ધ કરાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ