Political/ રાજ્યમાં AAPની સક્રીયતા વધતા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત,કોંગ્રેસ 58 ઉમેદવારો જાહેર કરી શકે છે!

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગવાની તૈયારીમાં છે.હવે ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ત્રિપાંખિયાઓ જંગની સ્થિતિ બની રહી છે.

Top Stories Gujarat
9 29 રાજ્યમાં AAPની સક્રીયતા વધતા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ચિત,કોંગ્રેસ 58 ઉમેદવારો જાહેર કરી શકે છે!

ગુજરાતમાં ચૂંટણીના પડધમ વાગવાની તૈયારીમાં છે.હવે ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યમાં ત્રિપાંખિયાઓ જંગની સ્થિતિ બની રહી છે. પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતો હતો પરતું આ વખતે સ્થિતિ અલગ છે,પહેલીવાર આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવા જઇ રહી છે તેથી ચૂંટણી રસપ્રદ બની રહેશે.જે પ્રમાણે આમ આદમી પાર્ટી રાજ્યમાં સક્રીય થઇ છે જેનાથી સત્તાપક્ષ સહિત કોંગ્રેસમાં પણ એક ખળભળાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ સક્રીય થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ જે પ્રમાણે ચૂંટણી પહેલા જ ઉમેદવારની બે યાદી બહાર પાડી દેતા રાજકારણ ગુજરાતનું ગરમાયું છે. જેના લીધે . રાજકોટમાં ભાજપના બી.એલ.સંતોષ સાથે સૌરાષ્ટ્રની 48 બેઠકોના પ્રભારીઓ તથા 11 જિલ્લાઓના 15 શહેર અને જિલ્લા  પ્રમુખો સાથે બંધબારણે બેઠક યોજીને અનૌપચારિક રીતે કોને ટિકીટ આપવી તેનું તાગ મેળવ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસના અશોક ગેહલોત ,વેણુગોપાલ સૌરાષ્ટ્રના હોદ્દેદારો, ધારાસભ્યો ઉમેદવારોની સુચિને આખરી ઓપ આપવા બેઠક યોજાઈ રહ્યા છે, આજે અશોક ગહેલાત આજે ગુજરાતની મુલાકાતે છે અને દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો સાથે વાતચીત કરશે અને 58 ઉમેદવારની લિસ્ટ પર મોહર મારે તેવી શક્યતા રેહલી છે.

કોંગ્રેસના સૂત્રો અનુસાર આવતીકાલે અમદાવાદમાં બેઠક બાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની 58  બેઠકો કે જેના પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી હારે છે ત્યાં ઉમેદવારો જાહેર કરવાની યાદીને આખરી ઓપ અપાશે.કેટલાક નામો ફાઈનલ થઈ ગયાનું પણ આ સૂત્રોએ જણાવ્યું હતું.  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની દર સપ્તાહે ગુજરાત મુલાકાત યોજાઈ રહી છે અને 182  પૈકી 19 ધારાસભા બેઠક માટે નામો જાહેર કરી દીધા છે,તેઓ સારવાર ફ્રી માટે ગેરેંટી જાહેર કરી રહ્યા છે ત્યારે વધુ કેટલાક નામો ટિકીટ માટે ફાઈનલ કરી લેવાયાનું જાણવા મળ્યું છે