સુરેન્દ્રનગર/ મ‍ાલવણ હાઇવે પરથી વિદેશી દારૂની 2340 બોટલો ભરેલી ટ્રક ઝડપાઇ

બજાણા પોલિસે વિદેશી દારૂ, મોબાઇલ, રોકડા અને ટ્રક મળી કુલ રૂ. 19.37 લાખના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા

Gujarat Others
Untitled 139 મ‍ાલવણ હાઇવે પરથી વિદેશી દારૂની 2340 બોટલો ભરેલી ટ્રક ઝડપાઇ

મ‍ાલવણ ધ્રાંગધ્રા હાઇવે પરથી વિદેશી દારૂની 2340 બોટલો ભરેલી ટ્રક ઝડપાઇ હતી. બજાણા પોલિસે વિદેશી દારૂ, મોબાઇલ, રોકડા અને ટ્રક મળી કુલ રૂ. 19.37 લાખના મુદામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા હતા.

બજાણા પીએસઆઇ વી.એન.જાડેજા સહિતના પોલિસ સહિતન‍ા પોલિસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર અચાનક દરોડો પાડીને ટાટા કંપનીની ટ્રક નંબર HR-39-A-8838ને આંતરીને સઘન તલાશી લેતા ટ્રકમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નંગ- 2340, કિંમત રૂ. 7,29,000, બે મોબાઇલ કિંમત રૂ. 5,500, રોકડ રૂ. 3,200 અને ટ્રકની કિંમત રૂ. 10,00,000 તથા એમા ભરેલ ઓલ્ડ એમ્ટી મેટલ કોપ્સ ભરેલી બેગો નંગ- 200, કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 19,37,700ના મુદામાલ સાથે અભિષેક સતબીર બ્રાહ્મણ  અને સંદિપ રામકિશન જાટ (હરીયાણા)ની અટક કરી ‌અજયસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાની પોલિસ ફરીયાદના આધારે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલિસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે.