જામનગર/ જામનગરના ગોવાણ ગામમાં બે વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું,યુદ્વના ધોરણે બચાવ કામગીરી

જામનગર જિલ્લાના લાલપુરા તાલુકાના ગોવાણ ગામમાં શ્રમિક પરિવારનો બે વર્ષનો બાળક રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી ગયો છે

Top Stories Gujarat
5 1 જામનગરના ગોવાણ ગામમાં બે વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું,યુદ્વના ધોરણે બચાવ કામગીરી

જામનગર જિલ્લાના લાલપુરા તાલુકાના ગોવાણ ગામમાં શ્રમિક પરિવારનો બે વર્ષનો બાળક રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી ગયો છે. ઘટનાની જાણ થતા જ સ્થળ પર ફાયર બ્રિગેડ, પોલીસ અને મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે  પહોંચી હતી. બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બાળકના પરિવારમાં ચિંતાનો મોંજુ ફરી વળ્યું છે. બાળકને જીવિત કાઢવા માટે હાલ બોરવેલમાં ઓક્સિજન મોકલી દેવામાં આવ્યું છે આ ઉપરાંત કેમેરાની પણ મદદ લેવાઇ રહી છે. બાળકને બહાર કાઢવા માટે જેસીબીથી ખાડો પણ ખોદવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા રામદેવભાઈ રણમલભાઈ કરંગીયા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા નિલેશભાઈ રમેશભાઈ વસાવા નામના પર પ્રાંતિય શ્રમિકનો બે વર્ષનો પુત્ર રાજ વસાવા કે જે સાંજે છ વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. આશરે ૧૮ થી ૨૦ ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલ માં બાળક પડી ગયા પછી અંદર ફસાયો છે, અને બાળકના રડવાના અવાજ આવી રહ્યાે છે.આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યાર બાદ મહાનગર ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.બચાવ કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે  જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટુકડી દ્વારા સૌ પ્રથમ બોરવેલમાં ઓક્સિજન મોકલાવી દેવાયો હોવાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. સાથોસાથ દૂરબીન કેમેરો અને લાઈટ વગેરે બોરવેલ માં ગોઠવી દેવાયા છે. ઉપરાંત રાત્રિનો સમય થઈ જતાં વાડી વિસ્તારમાં અંધારપટ હોવાથી ત્યાં પણ તંત્ર દ્વારા લાઈટ ની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, અને બાળકને જીવિત બહાર કાઢી લેવા માટે તંત્રની ભારે કવાયત ચાલી રહી છે.