દુનિયામાં એવા અજીબો-ગરીબ કિસ્સા બનતા રહેતા હોય છે. જેને સાંભળી ક્યારેક આપણે ચોંકી પણ જતા હોઇએ છીએ. ખાસ કરીને ભારતમાં એવા ઘણા કિસ્સાઓ બનતા રહે છે. હાલમાં ગુજરાતમાં પણ એવો જ એક કિસ્સો બન્યો છે, જેને સાંભળી આપ ચોંકી જશો.
OMG! / શા માટે રાત્રે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી? જાણો તેની પાછળનું કારણ
જી હા, રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે દર વર્ષે કાળી ચૌદસનાં દિવસે જુદા-જુદા સ્મશાનમાં જઇ ભજીયા ખાવાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. તો વર્ષ દરમિયાન અનેક અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે નવીનતમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણીનાં રામોદમાં લગ્ન બાદ નવદંપતીને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તો ડીજેનાં તાલે ભૂતડા સાથે ફુલેકુ પણ કાઢવામાં આવ્યું હતું. જાણીને તમને ભલે નવાઇ લાગે પણ આ સાચી ઘટના છે.
OMG! / 139 વર્ષ જુનું મકાનને ટ્રક પર ચઢાવીને બીજી જ્ગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યું. આવું કેવી રીતે બની શકે? જુઓ વીડિયો
તાજેતરમાં સામે આવ્યુ કે, વિજ્ઞાન જાથાનાં ચેરમેન અને એડવોકેટ એવા જયંત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, રામોદનાં રાઠોડ પરિવારનાં દિકરાની જાન ગોંડલ તાલુકાનાં મોવિયા ગામનાં સુરેશભાઈને ત્યાં ગઈ હતી. મોવિયા ગામની દીકરીને વરિયા બાદ વરરાજા સહિત જાન રામોદ ગામે પરત આવી હતી. જાન પરત આવતાની સાથે જ ભૂતડાનાં કપડા પહેરી અમારા કાર્યકર્તાઓ ફૂલેકા માં જોડાયા હતા. જે પ્રકારે દેવાધિદેવ મહાદેવની જાનમાં ભૂત પ્રેત સહિતનાઓ જોડાયા હોવાની કથા પ્રચલિત છે. તે પ્રકારનો માહોલ રામોદ ગામે અંધશ્રદ્ધાને લોકોના મનમાંથી જડમુળ માંથી કાઢી નાખવા માટે યોજવામાં આવ્યો હતો.
OMG! / મુંબઈનાં ઓટો ડ્રાઈવરે પૌત્રીને ભણાવવા વેંચી દીધુ ઘર, આ ચમત્કારી રીતે મળ્યા લાખો રૂપિયા
મળતી માહિતી મુજબ અંદાજિત રાત્રિના 12 વાગ્યા સુધી નવદંપતી સહિત તેમના પરિવારજનો તેમજ ગ્રામજનો સ્મશાનમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે મીંઢોળ બંધાયા બાદ આપણે ત્યાં વર હોય કે વધુ તેમને માઠા પ્રસંગોમાં સંમલીત કરવામાં નથી આવતા. પરંતુ રાઠોડ પરિવારના દીકરાના લગ્ન યોજાય તે પૂર્વે જ તેના દાદીમાનું અવસાન થયું હતું. ત્યારે મીંઢોળ બાંધ્યા બાદ પણ યુવાને પોતાના દાદીમાને અંતિમયાત્રા સમયે કાંધ આપી હતી. તેમજ અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તમામ લોકો લગ્ન જેવા શુભ પ્રસંગ માટે ની તૈયારીઓમાં લાગી ગયા હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
