OMG!/ 45 મિનિટ સુધી મૃત રહેલી મહિલા અચાનક જીવતી થઇ, ડોક્ટર્સની ટીમ ચોંકી ગઇ

ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી પરંતુ 45 મિનિટ બાદ મહિલા જીવતી થઈ ગઈ હતી. આ ઘટના જોઈને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ ચોંકી ગયો હતો.

Ajab Gajab News

જે લોકો ચમત્કાર શબ્દમાં માનતા નથી તો તે લોકોએ આ સમાચાર જરૂર વાંચવા જોઇએ. જણાવી દઇએ કે, અમેરિકાની મેરીલેન્ડ હોસ્પિટલમાં એક ચમત્કારિક ઘટના બની છે, જેને જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. જી હા, અમેરિકાની મેરીલેન્ડ હોસ્પિટલમાં એક મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો. ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી પરંતુ 45 મિનિટ બાદ મહિલા જીવતી થઈ ગઈ હતી. આ ઘટના જોઈને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ ચોંકી ગયો હતો. આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પરંતુ અમેરિકન મહિલા કેથી પેટનની વાસ્તવિક જીવનકથા છે.

આ પણ વાંચો – OMG! / મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું

આપને જણાવી દઇએ કે, કેથી પેટન તેની ગર્ભવતી પુત્રીને જોવા માટે હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે કેથી પેટન ગોલ્ફ રમી રહી હતી ત્યારે તેને તેની પુત્રી સ્ટેસીનો ફોન આવ્યો કે તેને પ્રસવ પીડા થઈ રહી છે. પુત્રીને છેલ્લા 39 કલાકથી પ્રસૂતિ પીડા થઈ રહી હતી. કેથી પેટન ઉતાવળમાં તેની પુત્રીને જોવા માટે ગ્રેટર બેલ્ટીમોર મેડિકલ સેન્ટર હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ કમનસીબે જ્યારે તે આવી ત્યારે તેણીને તે જ સમયે હાર્ટ એટેક આવી ગયો હતો. કેથી પેટનને હાર્ટ એટેક હોવાનું સામે આવતા જ ડોક્ટર્સે તુરંત જ તેને CPR આપી દીધું. ડોકટર્સે જોયું પણ કેથી જવાબ આપી રહી ન હોતી. તપાસ કર્યા પછી, ડોક્ટરને ખબર પડી કે કેથીની નાડી બંધ થઈ ગઈ છે અને લોહી અને ઓક્સિજનનું પરિભ્રમણ તેના મગજ સુધી પહોંચી રહ્યુ નથી. ગ્રેટર બાલ્ટીમોર મેડિકલ સેન્ટરનાં ડોક્ટર્સે 22 જુલાઈનાં રોજ કેથી પેટનને જીવંત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોઇ પરિણામ મળ્યું નથી. જે બાદ ડોક્ટર્સે કેથી પેટનને ક્લિનિકલ ડેથ જાહેર કરી. ડોક્ટર્સે કહ્યું કે કેથી પેટન તબીબી રીતે મૃત છે. 45 મિનિટ સુધી કેથીનાં મગજ સુધી કોઈ નાડી કે ઓક્સિજન પહોંચ્યું ન હોતું, તે દરમિયાન કેથીની પુત્રી સ્ટેસીને બાળકની ડિલિવરી માટે ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવી હતી. 45 મિનિટ સુધી ક્લિનિકલ ડેથમાં રહ્યા પછી કેથી પેટન અચાનક જીવંત થઈ ગઈ. ડોક્ટર્સ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેથીની તબીબો દ્વારા તપાસ પણ કરવામાં આવી અને તે સ્વસ્થ થવા લાગી હતી. ડોક્ટર્સનું કહેવું છે કે તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

આ પણ વાંચો – Viral / 22000 ખર્ચી વાળ કપાવ્યા પછી, મહિલાએ પોતાનો ચહેરો જોયા પછી ખૂબ રડી, જાણો કારણ…

CPR નાં લગભગ એક કલાક પછી કેથી પેટન આખરે જીવંત થઇ હતી. કેથી પેટને કહ્યું, તે એક ચમત્કાર હતો કે ડોકટર્સની ટીમે મને જીવંત કરી. મીડિયા સાથે વાત કરતા કેથી પેટને કહ્યું, “મને બીજી તક આપવા બદલ હું ભગવાનની આભારી છું. આ જીવનની બીજી તક હતી. હવે હું દરરોજ એક સારા વ્યક્તિ બનવા તરફ એક પગલું ભરવાની છું. હું દરેક ક્ષણે ભગવાનની આભારી રહીશ. પાછા આવવું એ જીવનનો બીજો શોટ છે, અને તે ભયાનક છે.” કેથી પેટન જીવંત થયાનાં થોડા સમય પછી, તેની પુત્રી સ્ટેસીએ બાળક ઇલોરાને જન્મ આપ્યો. સ્ટેસીએ કહ્યું કે, તે તેની નિયતિ હતી, તેની માતા ત્યાં રહેવાની હતી. તે માત્ર નસીબ હતું કે મારી માતાને મારા બાળકને જોવા માટે જીવંત રહેવાનું જ હતુ. આખરે, એલોરાનાં કારણે મારી માતા અહીં છે અને યોગ્ય સમયે યોગ્ય સ્થાને છે. તે ખરેખર ચમત્કારથી ઓછુ નથી.