ઉના/ ગિરગઢડાનું એક અનોખુ ગામ જ્યાં આઝાદી બાદ થઈ નથી સરપંચની ચૂંટણી

ગીરગઢડાનું નગડીયા ગામ સમરસ, ગ્રામજનો ભેગા મળી સિલેક્શન પધ્ધતિ દ્વારા મહીલા સરપંચ, ઉપસરપંચ સહીત તમામ મહીલા સભ્યો નક્કી કર્યા…

Gujarat Others
Untitled 14 5 ગિરગઢડાનું એક અનોખુ ગામ જ્યાં આઝાદી બાદ થઈ નથી સરપંચની ચૂંટણી

હકારાત્મક વાતાવરણમાં સંપ, સહકાર અને સંવાદીતાથી ગ્રામજનો વિકાસ કામોમાં સહભાગી થાય પંચાયતના સર્વાર્ગી વિકાસ ગ્રામજનોને વિકાસની ઉજળી તકો પ્રાપ્ત થાય મહીલા સમરસતા દ્વારા શિક્ષીત પંચાયતી મહીલા શાસકો દ્રારા પંચાયતી કાયદા નિયમોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા વિચારો સાથે ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના જંગલ બોર્ડરને અડી આવેલા જશાધાર રેન્જ હેઠળના નગડીયા ગામ લોકોએ ભેગા મળી આખી પંચાયત શિક્ષીત મહીલાની સીલેક્શન પ્રધ્ધતિ દ્રારા બનાવેલ છે.

સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહનરૂપી અનુદાન આપવાની શરૂઆત સરકારે ૧૦ વર્ષથી શરૂ કરી છે. પરંતુ ગીરગઢડા તાલુકાનું નગડીયા ગામ આઝાદી બાદ ૧૯૬૨ના વર્ષથી કોઇ ચુંટણી થઇ નથી. અને સમરસ થતુ આવ્યુ છે. તેમાં પણ ગ્રામ લોકોએ ઉદાહરણરૂપી દાખલો બેસાડતા સરપંચ બનાવી મહીલાઓને ઉત્કર્ષ માટે કામ કરવા આાગળ વધી રહી છે.

રૂ.૨ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં ૧૧૦૦ મતદારો આવેલા છે. જેમાં પુરૂષ મતદારની સંખ્યા ૬૦૦ તેમજ સ્ત્રી મતદારની ૫૦૦ આવેલા છે. પંચાયતના ૮ વોર્ડ ધરાવતા આ ગામની પંચાયત કચેરીના તલાટી મંત્રી પણ મહીલા છે. ગામ લોકો એકઠા થઇને પંચાયતના સરપંચપદે ભારતીબેન હરેશભાઇ બલદાણીયા તેમજ ઉપ સરપંચ પદે જયાબેન ભીખુભાઇ સખવાળાની સીલેક્શન પધ્ધતિ દ્રારા પંચાયતના હોદેદારો તરીકે પસંદગી કરી છે.

ગીરગઢડાનું નગડીયા ગામો ૪૦ ટકા આહીર સમાજ તેમજ ૪૦ ટકા પટેલ સમાજ અને અન્ય ૨૦ ટકા સમાજની વસ્તી આવેલ છે. પરંતુ ક્યારે પણ આ ગામમાં કોઇ પ્રકારની ગુન્હાહીત પ્રવૃતિ થતી નથી. એટલુંજ નહીં કોઇ પોલીસમાં પણ કેસ નોધાયેલ નથી. સંપૂર્ણ વ્યશન મૂક્ત ગામ હોય અને વિકાસ કામોમાં પણ ગ્રામજનો ખંભે ખંભા મેળવી સહકાર આપે છે.

ગામ લોકો દ્રારા ૧૯૬૨ થી પંચાયત કચેરીની સ્થાપના થયેલ અને પંચાયતિરાજ અમલમાં આવ્યા ત્યારથી આજ સુધી ક્યારે પણ ચુંટણી થવા દીધી નથી. સંપ અને સહકારની ભાવના સાથે ગ્રામ લોકો આઝાદીથી આાજ સુધી સીલેક્શન પ્રધ્ધતિ દ્રારા સરપંચ સભ્યોને નિમણુંક કરે છે. તેના કારણે છેવાડાનું ગામ હોવા છતાં ગામમાં શિક્ષણક્ષેત્રે ધાર્મિક રીતે અને સુવિધાની દ્રષ્ટીએ ઉજવળ ભવિષ્ય અને પ્રગતિ કરતુ ગામ બની રહ્યુ છે. નગડીયા ગામ ગીરજંગલની તદન નજીક હોવાથી આ ગામમાં જોવા જઇએ તો સિંહોનું કાયમી રહેઠાંણ છે. અને આ ગામની મહીલાઓ પંચાયતમાં શાસન સંભાળવા જઇ રહી છે. ત્યારે સિંહોના રહેઠાંણ વચ્ચે મહીલાઓ પણ સિંહણની જેમ શાસનઘૂરા સંભાળશે….