Not Set/ અરવલ્લીમાં મૌતની મુસાફરીનો વીડિયો થયો વાયરલ, લોકો કરે છે મૌતની સવારી

અરવલ્લીમાં મૌતની મુસાફરીનો એક વીડિયો વારલ થયો છે. રાજસ્થાન પરિવહનની બસનો આ વીડિયો છે જ્યા લોકો બસનાં છાપરા પર બેસી મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. ગરમીનો પ્રકોપ યથાવત છે છતા તે વિશે ન વિચારતા આ લોકો બસની અંદર નહી પણ છાપરા પર ચઢેલા જોવા મળી રહ્યા છે. રાજયમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી […]

Gujarat Others
bus aravalli અરવલ્લીમાં મૌતની મુસાફરીનો વીડિયો થયો વાયરલ, લોકો કરે છે મૌતની સવારી

અરવલ્લીમાં મૌતની મુસાફરીનો એક વીડિયો વારલ થયો છે. રાજસ્થાન પરિવહનની બસનો આ વીડિયો છે જ્યા લોકો બસનાં છાપરા પર બેસી મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. ગરમીનો પ્રકોપ યથાવત છે છતા તે વિશે ન વિચારતા આ લોકો બસની અંદર નહી પણ છાપરા પર ચઢેલા જોવા મળી રહ્યા છે.

રાજયમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકોને કામ વિના ઘરની બહાર ન નિકળવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. આ ગરમીમાં લોકો બસની અંદર બેસીને મુસાફરી કરવામાં ગરમીનો અનુભવ કરી રહ્યા ત્યા અરવલ્લીમાં લોકો બસની ઉપર બેસી મુસાફરી કરતા જોવા મળ્યા છે. રાજસ્થાન પરિવહનની બસ કે જેમા લોકો પોતાના જીવને જોખમમાં મુકતા મુસાફરી કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તેમના પર કોઇ પગલા લેવામાં આવ્યા કે નહી તે હજુ સામે આવ્યુ નથી. અહી તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવે કે નહી પણ પોતાની જવાબદારી સમજી જો લોકો આ પ્રકારનુ વલણ ન કરે તેવુ આ વીડિયો જોવા બાદ લોકો કહી રહ્યા છે.