G20 Summit/ યુક્રેનમાં યુદ્ધવિરામ માટે માર્ગ શોધવો પડશે : PM મોદી

17મી જી-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને G-20 શેરપા અમિતાભ કાંત પણ હાજર છે

Top Stories World
19 7 યુક્રેનમાં યુદ્ધવિરામ માટે માર્ગ શોધવો પડશે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાની રાજધાની બાલી પહોંચી ગયા છે. અહીં તેઓ 17મી જી-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને G-20 શેરપા અમિતાભ કાંત પણ હાજર છે. પીએમ મોદીએ સમિટ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે સમિટમાં રશિયા-યુક્રેન સંઘર્ષ, વૈશ્વિક પડકારો પર વ્યાપક ચર્ચા થવાની સંભાવના છે.આ બેઠકમાં વ઼઼ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું યુક્રેનમાં યુદ્ધવિરામ માટે માર્ગ શોધવો પડશે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં આજે જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. સમિટનું ઉદ્ઘાટન કરતાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યું, “અમે વિશ્વ વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય કાયદાની કસોટી થતી જોઈ છે. આજે વિશ્વની નજર અમારી મીટિંગ પર છે. શું આપણે સફળ થઈશું કે નિષ્ફળતાઓની સંખ્યાનું બીજું પરિબળ બનીશું.?