Not Set/ ગાંધીનગર/ જિગ્નેશ મેવાણીને વિધાનસભા ગેટ નંબર 1 પરથી અટકાવી SP ઓફિસ લઇ જવાયા

ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુ સત્રનો ગઈ કાલે પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે જ DPS સ્કૂલ, LRD પરિક્ષા અને બિનસચિવાલય પરીક્ષા અંગે આંદોલનનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રસ દ્વારા વિવિધ મુદ્દે વિધાનસભા ઘેરાવનો ફ્લોપ શો પણ કરવામાં આવ્યો  હતો. તો ગઇ કાલે જ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને  વિધાનસભાના ચાલુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જિગ્નેશ મેવાણીને […]

Top Stories Gujarat
Untitled 90 ગાંધીનગર/ જિગ્નેશ મેવાણીને વિધાનસભા ગેટ નંબર 1 પરથી અટકાવી SP ઓફિસ લઇ જવાયા

ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુ સત્રનો ગઈ કાલે પ્રારંભ થયો છે. સત્રના પ્રથમ દિવસે જ DPS સ્કૂલ, LRD પરિક્ષા અને બિનસચિવાલય પરીક્ષા અંગે આંદોલનનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રસ દ્વારા વિવિધ મુદ્દે વિધાનસભા ઘેરાવનો ફ્લોપ શો પણ કરવામાં આવ્યો  હતો. તો ગઇ કાલે જ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને  વિધાનસભાના ચાલુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જિગ્નેશ મેવાણીને સત્ર પૂર્ણ થાય ત્યા સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આજે જીગ્નેશ મેવાણી ગઇકાલે સસ્પેન્ડ કર્યાની ઘટનાનો વિરોધ નોંધાવવા ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે આવ્યા હતા. વિદ્યાર્થી, દલિત સેના દ્વારા વિ.સભામાં વિરોધ નોંધાવવા આવ્યા હતા. તે દરમિયાન વિધાનસભા ગેટ નંબર 1 પરથી તેમને અટકાવીને SP ઓફિસ લઇ જવાયા હતા.

ઉલ્લેખનિય છે કે, સંવિધાન દિવસની ઉજવણી સ્વરૂપે વિધાનસભામાં ગઇ કાલે ચર્ચા ચાલતી હતી. તે દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સંવિધાન અંગે પ્રવચન દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગેરશિસ્ત ભર્યું વર્તન કર્યું હતું. જિગ્નેશ મેવાણીએ સંવિધાન દિવસની પ્રસ્તાવના પર ગૃહમાં હોબાળો કર્યો હતો. વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ થયા બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, સંવિધાનનું પાલન ન કરનારા અને મનુસ્મૃતિમાં માનનાર સંવિધાનનો પ્રસ્તાવ લઈને આવ્યા છે.

જે લોકો થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારી એ લોકો, જે લોકો બાબાસાહેબના બંધારણને દરિયામાં ફેંકવાની વાત કરે છે. એ લોકો સંવિધાન દિવસની ઉજવણી કરે છે. ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.